દેશી રેસીપી: બધા શાકનો સ્વાદ ભૂલાવી દેશે ઢાબા સ્ટાઈલ ગ્રેવી વાળું રીંગણ
રીંગણના શાક તમે ઘરે ખાતા જ હશો પરંતુ અહીં આપેલી રેસીપીથી એકવાર જો રીંગણનું ઢાબા સ્ટાઈલ ગ્રેવી વાળું શાક બનાવી દીધું તો તમે બધા શાકનો સ્વાદ ભૂલાવી દેશે.
રીંગણના શાક તમે ઘરે ખાતા જ હશો પરંતુ અહીં આપેલી રેસીપીથી એકવાર જો રીંગણનું ઢાબા સ્ટાઈલ ગ્રેવી વાળું શાક બનાવી દીધું તો તમે બધા શાકનો સ્વાદ ભૂલાવી દેશે.
આ શાક ખાવા બેશો તો બે રોટલી વધારે ખવાઈ જાય તો નવાઈ નહીં. શિયાળામાં આ શાક ખાવાની અલગ જ મજા આવે છે તો ફટાફટ ઢાબા સ્ટાઈલ રેસીપી નોંધી લો.
10 જેટલા દેશી રીંગણ, જીરું, હિંગ, બાદિયા, સુકું મરચું, સુકું લસણ, લીલું લસણ, આદુની પેસ્ટ, તજનો ટુકડો, તમાલ પત્ર
ડુંગળીની પેસ્ટ, ટામેટાની પેસ્ટ, લીલા મરચા, મીઠું, ગરમ મસાલો, હળદર, તેલ, ધાણાજીરું પાઉડર,ગોળ કે ખાંડ, કોથમીર.
સૌથી પહેલા 10 જેટલા દેશી રીંગણ લો તેના ડિંટીયા થોડા કાપીને ચાર કટ લગાવીને ધીમા તાપે તેલમાં તળી લો. 5-6 મિનિટ સુધી તળો જેતી રીંગળ સોફ્ટ થઈ જાય.
કઢાઈમાંતેલ લો અને તેમાં જીરું, હિંગ, બાદિયા, તજ, આદુ પેસ્ટ, તમાલ પત્ર, સુંકું મરચું, લસણની કળીયો, સ્વાદ પ્રમાણે મીઠું, લીલું લસણ કાપીને ઉમેરીને સાંતળીશું.
ત્યારબાદ તેમાં એક વાટકી ડુંગળીની પેસ્ટ ઉમેરી ચડવા દઈશું અને ત્યારબાદ એક વાટકી ટામેટાની પેસ્ટ ઉમેરી ચડવા દઈશું.
ત્યાર બાદ તેમાં એક ચમચી હળદર, દોઢ ચમચી ધાણાજીરું પાઉડર, એક ચમચી કાશ્મીરી લાલ મરચું, થોડું પાણી ઉમેરીશું જેથી મસાલા બળી ન જાય. ચડવા દઈશું.
ગ્રેવીમાંથી તેલ છુટું પડે ત્યારે તેમાં રીંગણ ઉમેરીશું, થોડો ગરમ મસાલો, થોડો ગોળ અને થોડું ગરમ પાણી ઉમેરીને ચડવા દઈશું. ઉપરથી કોથમીર ઉમેરી સર્વ કરો.