દમ આલૂ શાક તમે હોટલ કે ઢાબા પર ખાધું જ હશે. જે એકદમ ટેસ્ટી હોય છે.
આવું ટેસ્ટી શાક તમે ઘરે પણ બનાવી શકો છો. અહીં દમ આલૂ શાકની રેસીપી જણાવી રહ્યા છીએ.
નાના બટાકા, લાલ મરચું પાઉડર, હળદર, આદું-લસણની પેસ્ટ, ડુંગળી બારીક સમારેલી, દહીં, તમાલ પત્ર, હીંગ, સૂકા ધાણા, જીરું, લીલી એલચી, તજ, કાજુ, કસૂરી મેથી, તેલ, લીલા ધાણા, મીઠું.
બાફેલા બટાકાની છાલ ઉતારીને તેમાં કાંટાથી કાણાં કરો. આ પછી એક કડાઈમાં તેલ ગરમ કરો. તેમાં બાફેલા બટાકા નાખો અને હળવાગોલ્ડન રંગના થાય ત્યાં સુધી સાંતળો.
સૂકા ધાણા, જીરું, એલચી, તજ, લવિંગ અને કાજુને મિકસરમાં બારીક પીસી લો.
એક કડાઈમાં તેલ ગરમ કરો. તેમાં એક ચપટી હીંગ, તમાલ પત્ર અને કાપેલી ડુંગળી નાખો. ડુંગળીને હલ્કી બદામી રંગની થાય ત્યાં સુધી સાંતળો. આ પછી આદું-લસણની પેસ્ટ નાખો અને થોડી સાંતળો.
આ પછી તેમાં પીસેલા મસાલા નાખો અને 1 મિનિટ માટે સાંતળો. આ પછી દહીને ધીમે-ધીમે કડાઈમાં નાખો અને ચમચાથી મિક્સ કરો.
તેમાં હળદર અને લાલ મરચું પાઉડર નાખો અને બરાબર મિક્સ કરો. તેલ અલગ થવા લાગે ત્યાં સુધી તેને ચમચાથી સતત હલાવીને પકાવો.
ત્યારબાદ તેમાં બટાકા, કસૂરી મેથી, મીઠું નાખો અને તેને બરાબર મિક્સ કરો અને 2 મિનિટ માટે ધીમી આંચ પર પકાવો. તમે ખાંડ પણ નાખી શકો છો.
તેમાં પાણી નાખો અને મધ્યમ આંચ પર ઉકળવા દો. જ્યારે તે ઉકળવા લાગે ત્યારે ગ્રેવીને ઢાંકી દો. ગ્રેવી ઘટ્ટ થવા લાગે ત્યાં સુધી પકાવો.
ગેસને બંધ કરી દો અને તેને પીરસવાના બાઉલમાં કાઢો. દમ આલૂને લીલા ધાણાથી સજાવીને ગરમા ગરમ પીરસો. તમે કુલ્ચા, બટર નાન, તંદૂરી રોટી, રોટલી, પરોઠા અથવા ભાત સાથે સર્વ કરી શકો છો.