દૂધીમાંથી બનાવો અલગ પ્રકારનો નાસ્તો, એકદમ સ્વાદીષ્ટ બનશે

Jan 29, 2026, 09:20 PM

દૂધીને ઘણી ગુણકારી માનવામાં આવે છે અને તેને ખાવી સ્વાસ્થ્ય માટે સારી છે.

અમે અહીં દૂધીની એક અલગ પ્રકારની રેસીપી જણાવી રહ્યા છીએ. જે એકદમ ટેસ્ટી બને છે.

દૂધીના નાસ્તા માટેની સામગ્રી

દૂધી, ખાટું દહીં, રવો, મીઠું, તેલ, ખાવાના સોડા, લીલા મરચા, આદુ, પાણી, મરીનો પાઉડર, સફેદ તલ.

દૂધીનો નાસ્તો બનાવવાની રીત

સૌપ્રથમ દૂધીને ધોઇને નાના કટકા કરી લેવા. આ કટકાને મિક્સર જારમાં નાખો અને તેમાં લીલું મરચું, આદુનો કટકો અને ખાટું દહીં નાખીને બધાને પીસી લેવા.

સ્ટેપ 2

આ પછી જે પેસ્ટ બને તેને એક બાઉલમાં કાઢી લો. તેમાં એક કપ રવો ઉમેરો. આ પછી તેમાં મીઠું અને નાસ્તો સોફ્ટ રહે તે માટે તેલ ઉમેરો.

સ્ટેપ 3

પછી બધા મિશ્રણને સારી રીતે મિક્સ કરી લો અને બેટરને 10 મિનિટ રેસ્ટ આપો. 10 મિનિટ પછી બેટરમાં ખાવાના સોડા અને થોડું પાણી ઉમેરો.

સ્ટેપ 4

આ પછી સ્ટીમર પ્લેટને થોડું તેલ લગાવી લો અને તેમાં બેટર પાથરી દો. પછી તેની ઉમર મરીનો પાઉડર અને સફેદ તલ નાખો.

સ્ટેપ 5

આ નાસ્તાને સ્ટીમ કરવા માટે સ્ટીમરમાં લઇને ઢાંકી દો. પછી હાઇ ફ્લેમ પર 10 મિનિટ રહેવા દો.

સ્ટેપ 6

આ નાસ્તો થોડો ગરમ હોય ત્યારે તેના પર થોડું તેલ લગાવો.

નાસ્તો સર્વ કરો

નાસ્તો થોડો ઠંડો થાય એટલે ઢોકળાની જેમ કાપી લો. આ ગરમાગરમ નાસ્તાને તમે સોસ કે લીલી ચટણી સાથે ખાઇ શકો છો.