Nov 28, 2024
અદિતિ રાવ હૈદરી સાઉથ મૂવી સાતે બોલીવુડ ઇન્ડસ્ટ્રીઝમાં પણ જાણીતી અભિનેત્રી છે. અદિતિ રાવ હૈદરી એ સાઉથ એક્ટર સિદ્ધાર્થી સાથે લગ્ન કર્યા છે. મેરેજમાં અદિતિ રાવ હૈદરીએ રેડ કલરનો યુનિક ટ્રેડિશનલ ડ્રેસ પહર્યો હતો.
અદિતિ રાવ હૈદરીનો રેડ કલર બ્રાઇડલ ડ્રેસ હેવી વર્ક વગર પણ બહુ જ શાનદાર અને યુનિક દેખાય છે. સિદ્ધાર્થે પણ મેરેજ માટે વ્હાઇટ શેરવાની પહેરી હતી.
અદિતિ રાવ હૈદરીના રેડ બ્રાઇડલ ડ્રેસમાં બંધ ગળાનો ફુલ સ્લીવ બ્લાઉઝ અને સિમ્પલ દુપટ્ટો હતો. સિફોન દુપટ્ટાની કિનારીમાં ગોલ્ડન લેસ છે, જે તેને યુનિક લુક આપે છે.
અદિતી રાવ હૈદરી એ રેડ બ્રાઇડલ ડ્રેસમાં સિમ્પલ બ્લાઉઝ અને દુપટ્ટા સાથે સિલ્ક ફેબ્રુકીનો હેવી લહેંગો પહેર્યો હતો. 5 લેયર લેસ વાળો આ લહેંગાની કિનારીમાં ભરચક એમ્બ્રોઇડરી, સિક્વર અને મિરર વર્ક કરેલું છે.
અદિતિ રાવ હૈદરીએ મેરેજ માટે સિમ્પલ રેડ ડ્રેસ સાથે હેવી કુંદન જ્વેલરી પહેરી હતી.
અદિતિ રાવ હૈદરીએ માથામાં મોટો કુંદન ટીકો, માથા પટ્ટી સાથે ચોટલી હેર સ્ટાઇલ કરી હતી.
અદિતિ રાવ હૈદરીએ ગળામાં હેવી અને લોંગ કુંદન નેકલસ પહેર્યો હતો. જો કે હાથમાં એક પર બંગડી પહેરી ન હતી.
અદિતિ રાવ હૈદરીએ કાનમાં હેવી લોંગ ઇયરિંગ અને નાકમાં જોધા નથી પહેરી હતી. જે એક રોયલ લુક આપે છે. આ જ્વેલરીમાં અદિતિ રાજકુમારી જેવી દેખાય હતી.
સિદ્ધાર્થે લગ્નમાં સફેદ શરેવાની સાથે વ્હાઇટ સિલ્ક દુપટ્ટો પહેર્યો હતો. ગળામાં 7 શેરની સફેદ મોતીની માળા સિદ્ધાર્થને રાજકુમાર જેવો રોયલ લુક આપે છે.
તમને જણાવી દઇયે કે અદિતિ રાવ હૈદરી અને સિદ્ધાર્થના આ બીજા લગ્ન છે. થોડાક દિવસ અગાઉ પર અદિતિ રાવ હૈદરીએ સાઉથ ઈન્ડિયન સ્ટાઇલમાં રોયલ મેરેજ કર્યા હતા. જેમાં અદિતિ રાવ હૈદરી સાઉથ ઈન્ડિયન સ્ટાઇલ વેડિંગ લુક કર્યો હતો.