બોલિવૂડની ગોર્જિયસ એક્ટ્રેસ અદિતિ રાવ હૈદરી

Feb 20, 2023

Mansi Bhuva

અદિતિ રાવ રાજવી પરિવારમાંથી આવે છે. હાલ તે તેની આગામી વેબ સીરિઝ તાજને લઇને ખુબ ચર્ચામાં છે. આ વેબ સીરિઝનું ટ્રેલર રિલીઝ કરી દેવાયું છે. 

રોયલ પરિવારમાંથી આવતી અદિતિ રાવ હૈદરીએ બોલિવૂડની મેગા બજેટ ફિલ્મ પદ્માવત  રોકસ્ટાર અને વઝીર જેવી ફિલ્મોમાં દમદાર અભિનય કર્યો છે.

અદિતિ રાવની પર્સનલ લાઇફ અને ખાસ કરીને મેરિડ લાઇફ વિશે ખૂબ જ ઓછા લોકોને ખ્યાલ હશે.

સામાન્ય રીતે બોલિવૂડની લાઇમલાઇટ અને ઝાકમઝોળની દુનિયાથી અલગ રહેતી અદિતિ તેની પર્સનલ લાઇફ વિશે પણ ખૂબ જ ઓછી વાતો કરે છે.

જો કે, એક ઇન્ટરવ્ય દરમિયાન એક્ટ્રેસે તેના એક્સ-હસબન્ડ સત્યદિપ મિશ્રા સાથે લગ્નજીવન અંગે ખુલીને વાતો કરી હતી.

ખૂબ જ ઓછા લોકો જાણે છે કે, અદિતિ માત્ર 21 વર્ષની ઉંમરે એક્ટર સત્યદિપ મિશ્રા સાથે લગ્ન કર્યા હતા, પરંતુ બદનસીબે આ લગ્નજીવન લાંબુ ટક્યું નહીં.

અદિતિ રાવ હૈદરી 17 વર્ષની ઉંમરે એક્ટર સત્યદિપ મિશ્રાના પ્રેમમાં પડી હતી.

સત્યદિપ ફિલ્મી દુનિયામાં આવતા પહેલાં એક સિવિલ સર્વન્ટ અને વકીલ હતા, ત્યારબાદ તેઓએ એક્ટિંગ કરિયર માટે આ બંને પ્રોફેશન છોડી દીધા હતા.

પોતાના ડિવોર્સ અંગે વાત કરતા એક્ટ્રેસ કહે છે કે, જ્યારે અમે છૂટાં પડ્યા ત્યારે હું માનસિક રીતે ભાંગી પડી હતી.

અદિતિ રાવ હૈદરીએ વર્ષ 2006માં ફિલ્મ પ્રજાપતિથી ડેબ્યુ કર્યુ હતું.