અક્ષય કુમાર-રવીના ટંડનની જોડી 20 વર્ષ ફરી વેલકમ 3માં દેખાશે?
અક્ષય કુમાર અને રવિના ટંડન 90ના દાયકામાં સૌથી વધુ હિટ ઓન-સ્ક્રીન જોડી હતી.
તેઓએ મોહરા, ખિલાડીયો કા ખિલાડી, દાવા, બારૂદ અને કીમતઃ ધે આર બેક જેવી ફિલ્મોમાં સાથે કામ કર્યું હતું.
'તુ ચીઝ બડી હૈ મસ્ત મસ્ત' અને 'ટિપ ટીપ બરસા પાની' એવા ગીતો છે જે અક્ષય અને રવિનાના ચાહકો માટે હંમેશા ખાસ રહે છે.
અક્ષય કુમાર અને રવિના ટંડન પણ એક સમયે એકબીજાને ડેટ કરી રહ્યા હતા પરંતુ અંતે તેઓ અલગ થઈ ગયા.
ત્યારબાદ તેઓ ક્યારેય કોઇ બીજી ફિલ્મમાં સ્ક્રીન પર ફરી દેખાય નથી. જોકે હવે એવા રિપોર્ટ છે કે, 20 વર્ષ પછી અક્ષય અને રવિના ટંડન લકમ ટુ ધ જંગલ નામની વેલકમ ફ્રેન્ચાઇઝીના ત્રીજા ભાગ માટે ફરી જોડી જમાવી શકે છે.
અક્ષય અને રવિનાની છેલ્લી ફિલ્મ પોલીસ ફોર્સઃ એન ઇનસાઇડ સ્ટોરી હતો.
કથિત રીતે વેલકમ 3 નું શીર્ષક વેલકમ ટુ ધ જંગલ છે અને તેમાં મોટી કાસ્ટ હશે. સ્ટાર્સે હજુ સુધી આ સમાચાર પર ટિપ્પણી કરી નથી.