આલિયા ભટ્ટે સોશિયલ મીડિયા પર તેની પુત્રીના નામ અંગે તસવીર શેર કરી સમાચાર આપ્યાં છે. આ સાથે આલિયાએ પોસ્ટમાં લખ્યું છે કે, આ નામનો વિશાળ અર્થ છે.

Nov 25, 2022

Mansi Bhuva

આલિયાએ કરેલી પોસ્ટ અંગે વાત કરીએ તો તેને એક ઝાંખી તસવીર શેર કરી છે. જેમાં તે અને રણબીર તેની પુત્રી સાથે જોવા મળી રહ્યા છે.  રણબીરની ગોદમાં તેની બાળકી છે, જે તેના માથા પર હાથ ફેરવતો નજર આવે છે.

આલિયા ભટ્ટે સોશિયલ મીડિયા પર શેર કરેલી તસવીર. જેમાં તેને તેની પુત્રીનું નામ ટિશર્ટમાં લખાવીને અનોખી રીતે જાહેર કર્યું છે. 

આલિયાએ જણાવ્યું છે કે, તેની બાળકીનું નામ 'રાહા' રાખવામાં આવ્યું છે. આલિયા ભટ્ટે અને રણબીર કપૂરે આ વર્ષે 14 એપ્રિલના રોજ સિમપ્લ રીતે લગ્ન કર્યા હતા. 

આલિયાએ તેની પોસ્ટમાં લખ્યું છે કે, 'રાહા'નો વિશાળ મતલબ છે. 'રાહા'નો મતલબ દિવ્ય રાસ્તા છે. સંસ્કૃતમાં રાહાનો અર્થ કુલ, વંશ, કુટુંબ કે ધરાના કહી શકાય છે. જ્યારે બંગલામાં 'રાહા'ને રેસ્ટ, આરામ, રિલીફ કહેવામાં આવે છે. તો અરેબિકમાં શાંત અને ખુશિયા, આઝાદી તેમજ કલ્યાણ પણ થાય છે.

આલિયાએ વધુમાં પોસ્ટમાં લખ્યું છે કે, આ નામ અનુસાર પ્રથમ ક્ષણમાં જ અમે આ તમામ વસ્તુનો અનુભવ કર્યો છે.  આલિયાએ ખુશી વ્યક્ત કરતા કહ્યું કે, એવું લાગી રહ્યું છે કે, અમારી લાઇફ શરૂ જ થઇ હોય, થેન્કયૂ રાહા, અમારી લાઇફમાં જીંદગી ભરવા માટે.  

આલિયાએ જણાવ્યું છે કે, તેની લાડલીનું નામ તેની દાદી નીતૂ કપૂરે રાખ્યું છે. આલિયા ભટ્ટની આ પોસ્ટ પર ઇન્ડસ્ટ્રીના ફ્રેન્ડસ ખુબ પ્રેમ વરસાવી રહ્યા છે.

 બે મહિના બાદ જ આલિયા ભટ્ટે સોશિયલ મીડિયા પર ગૂડ ન્યૂઝ શેર કરી પ્રશંકોને ખુશ કરી દીધાં હતા.7 નવેમ્બરના રોજ આલિયા ભટ્ટે લક્ષ્મીને જન્મ આપ્યો હતો. જે બાદથી પ્રશંસકો આતુરતાથી રાહ જોઇ રહ્યા હતા કે, આલિયા-રણબીર તેની બાળકીનું નામ શું રાખશે?

આલિયા ભટની ડિલીવરી બાદની તસવીર. જે તેને તેના ઇનસ્ટાગ્રામ પર એકાઉન્ટ પર શેર કરી છે.