બોલિવૂડની આ સેલિબ્રિટીસ સાઉથના આ સિતારાઓ સાથે કામ કરવા માંગે છે.

Dec 23, 2022

Mansi Bhuva

દીપિકાએ ઇચ્છા વ્યક્ત કરી છે કે, તે જૂનિયર એનટીઆર અને અલ્લૂ અર્જૂન સાથે કામ કરવામાં માંગે છે. હાલ દીપિકા સાઉથ સૂપરસ્ટાર પ્રભાસ સાથે આગામી પ્રોજેક્ટ માટે કામ કરી રહી છે. 

આલિયા ભટ્ટે જણાવ્યું હતું કે, તે અને તેનો પરિવાર અલ્લૂ અર્જૂનો ફેન છે. આ સાથે આલિયાએ વધુમાં કહ્યું કે, જો અલ્લૂ અર્જૂન સાથે ફિલ્મમાં કામ કરવાની તક મળશે તો મારા માટે તેનાથી વધુ ખુશીની વાત કોઇ નથી.

જાહ્નવી કપૂર પણ જૂનિયર એનટીઆર સાથે ફિલ્મ કરવા ઇચ્છે છે. આ અવસરની જાહ્નવી આતુરતાથી રાહ જોઇ રહી છે.  .

જ્યારે સારા અલી ખાનને વિજય દેવરકોંડા સાથે ફિલ્મમાં કામ કરવાની ખ્વાઇશ છે. તમને જણાવી દઇએ કે સારા અલી ખાન સાઉથ સૂપરસ્ટાર ધનુષ સાથે ફિલ્મ 'અતરંગી રે' માં કામ કરી ચૂકી છે. 

કેટરીના કૈફની ખ્વાહિશ છે કે, તે વિક્રમ અને પ્રભાસ સાથે ફિલ્મ કરવા માંગે છે.  (Photo: Social Media)

જાણો એક ક્લિકમાં બોલિવૂડ કંઇ હસ્તીઓએ ખરીદી કરોડોની પ્રોપર્ટી