સૌકોઈ એ વાતથી સારી રીતે વાકેફ હશે કે આલિયા ભટ્ટ સાડી લવર છે. એક્ટ્રેસ અવાર નવાર સાડીમાં જોવા મળતી હોય છે
આજે અમે આલિયા ભટ્ટના ટોપ 10 સાડી લૂકની વાત કરીશું
આ તસવીરમાં જોવા મળેલી આ સાડી આલિયા ભટ્ટે પોતાના લગ્નના દિવસે પહેરી હતી. આ સાડી સબ્યસાચી દ્વારા ડિઝાઇન કરવામાં આવી હતી. આલિયાની વેડિંગ સાડીની કિંમત લગભગ 50 લાખ રૂ. છે
આલિયા ભટ્ટની આ સાડીની વાત કરીએ તો આ સાડી પણ પ્રસંગ માટે પરફેક્ટ છે. તેનો કલર પણ આકર્ષક છે
ગુજરાતની ફેમસ બાંધણીમાં આલિયા ભટ્ટ આકર્ષક લાગી રહી છે. આ સાડી પર તેણે પોનીટેલ અને માંગ ટીકા સિવાય કોઇ જ્વેલરી પહેરી નથી છતાં તેનું રૂપ નિખરી રહ્યું છે
આ બ્લેક કલરની સાડી આલિયા ભટ્ટે હાલમાં જ પહેરી હતી. એક્ટ્રેસના આ લૂકની પણ હંમેશાની જેમ જોરશોરથી ચર્ચા થઇ હતી. આલિયાએ ઉનાળાને ધ્યાને રાખીને ખાસ નો હેવી અને નો વર્ક સાડી સાથે મોતીની જ્વેલરી પહેરી હતી. આ સાડીમાં એક્ટ્રેસ રોયલ લાગી રહી છે
આલિયા ભટ્ટની આ મરૂન રંગની સાડીની સ્ટાઇલ ઘણી યુનિક છે. એકટ્ર્રેસે આ સાડી અબુ ધાબીમાં એક એવોર્ડ સમારોહમાં પહેરી હતી અને હંમેશાની જેમ છવાય ગઇ હતી. તેમજ લોકોને એક ફેશન ટીપ્સ આપતી ગઇ હતી
યેલો કલરની આ સાડી પણ સુંદર છે. નેટની સાડીમાં ઓછું વર્ક અને મોતીની જ્વેલરી સાથે એક્ટ્રેસ મારડાલા લાગી રહી છે. આ સાડી પર એક્ટ્રેસ લીધેલી હેયર સ્ટાઇલ ઉનાળા માટે પરફેક્ટ છે. તેણે તેના હેયરને બન કર્યા છે
રોકી ઔર રાની કી પ્રેમ કહાનીમાં આલિયા ભટ્ટ સાડીમાં જ નજર આવે છે. આ ફિલ્મ પછી સિમ્પલ અને ડબલ શેડ વાળી સાડી ટ્રેન્ડમાં આવી ગઇ છે