શાહિદ કપૂર અને વિજય સેતુપતિની વેબ સીરિઝ 'ફરઝી'નું ટ્રેલર શુક્રવારે મુંબઈમાં લોન્ચ કરવામાં આવ્યું હતું.

Jan 15, 2023

Mansi Bhuva

પ્રાઇમ વિડિયોની વેબ સીરિઝ 'ફરઝી'નું નિર્માણ રાજ અને ડીક દ્વારા કરવામાં આવ્યું છે.

ટ્રેલર લોન્ચ ઇવેન્ટમાં શાહિદ કપૂર બાઇક પર સવાર થઇને ધમાકેદાર એન્ટ્રી કરી હતી.

શાહિદે કહ્યું હતું કે ફર્ઝી હંમેશા તેના દિલની ખૂબ નજીક રહી છે. તે આ સીરિઝ સાથે તેની ડિજિટલ ડેબ્યૂ કરી રહ્યો છે. રાજ અને ડીકે જેવા સ્થાપિત કલાકારો તેમજ વિજય સેતુપતિ, અમોલ પાલેકર અને કેકે મેનન સાથે કામ કરવાનો અનુભવ ઘણો સારો રહ્યો છે.

સીરિઝનું ટ્રેલર શેર કરતા શાહિદ કપૂરે તેના સોશિયલ મીડિયા પર લખ્યું- સબ ફરઝી હૈ..પર યે ટ્રેલર રિયલ હૈ.

ફર્ઝીના ટ્રેલર લોન્ચ વખતે વિજય સેતુપતિ પણ હાજર હતા.

રાશિ ખન્ના પણ આ વેબ સીરિઝનો હિસ્સો છે.

આ શ્રેણીમાં કે કે મેનન, રેજીના કેસાન્ડ્રા, ઝાકિર હુસૈન, ભુવન અરોરા, અમોલ પાલેકર અને કુબ્બ્રા સૈત પણ છે.

આ વેબ સીરિઝ એમેઝોન પ્રાઇમ પર 10 ફેબ્રુઆરીથી સ્ટ્રીમ કરવામાં આવશે.