Navya Naveli Nanda : અમિતાભ બચ્ચનની પૌત્રી નવ્યા નવેલી નંદાએ IIM-અમદાવાદમાં એડમિશન લીધું, સપના સાકાર કરશે
અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) અને જયા બચ્ચનની પૌત્રી નવ્યા નવેલી નંદા (Navya Naveli Nanda) એ તેની પોતાની ઓળખ બનાવી છે.
શ્વેતા બચ્ચન નંદા અને ઉદ્યોગપતિ નિખિલ નંદાની પુત્રી નવ્યાએ તેની બિઝનેસ સ્કિલ માટે એક અલગ ઓળખ બનાવવા માટે નવ્યાએ પ્રતિષ્ઠિત IIM અમદાવાદમાં MBA પ્રોગ્રામમાં પ્રવેશ મેળવ્યો છે.
નવ્યાએ સોશિયલ મીડિયા પેજ પર ન્યુઝ શેર કરતા જણાવ્યું છે કે 'સપના સાકાર થાય છે. આગામી 2 વર્ષ, શ્રેષ્ઠ લોકો અને શિક્ષકો સાથે! ક્લાસ 2026નો બ્લેન્ડેડ પોસ્ટ ગ્રેજ્યુએટ પ્રોગ્રામ (BPGP).'
આ વર્ષની શરૂઆતમાં જે કોર્સ શરૂ કરવામાં આવ્યો હતો તે હાઇબ્રિડ પ્રોગ્રામ છે જે કેમ્પસમાં વ્યક્તિગત સેશન અને લાઇવ ઇન્ટરેક્ટિવ ઓનલાઇન સેશનને જોડે છે.
નવ્યાની ફેમિલી અને ફ્રેન્ડ્સ તેના પ્રોફેશનલ ગ્રોથ માટે તેના વખાણ કર્યા હતા અને તેના નવા પ્રયાસ માટે તેમની શુભેચ્છાઓ પાઠવી હતી.
જ્યારે તેની માતા શ્વેતા લખે છે કે, ' મને તારા પર ખૂબ જ ગર્વનો અનુભવો થાય છે' અન્ય બોલિવૂડ સ્ટાર કિડ્સ જેમાં સુહાના ખાન, અનન્યા પાંડે અને શનાયા કપૂરે ઇમોજી દ્વારા તેમનો પ્રેમ વ્યક્ત કર્યો હતો.
ફિલ્મ નિર્માતા ઝોયા અખ્તર, અભિનેત્રી કરિશ્મા કપૂર અને સોનાલી બેન્દ્રે અન્ય લોકોમાં સામેલ હતા જેમણે નવ્યાને તેના સપનાને અનુસરવા બદલ અભિનંદન આપ્યા હતા.
તબ્બુ સાથે 15 વર્ષ સુધી રિલેશનમાં રહ્યા સુપરસ્ટાર નાગાર્જુન? વિગતવાર જાણો