આ સિવાય અમિતાભ બચ્ચન પાસે ઢગલાબંધ મિલકત છે
અલીબાગ પહેલા બિગ બીએ રામ નગરી અયોધ્યામાં 14.50 કરોડ રૂપિયાની જમીન ખરીદી રોકાણ કર્યું છે
અમિતાભ બચ્ચન વિદેશમાં પણ મિલકત ધરાવે છે
મળતી માહિતી અનુસાર બિગ બી પાસે પેરિસમાં પણ એક એપાર્ટમેન્ટ છે
આ એપાર્ટમેન્ટ અમિતાભની પત્ની જયા બચ્ચને ગિફ્ટ કર્યો હતો
આ સિવાય અમિતાભ બચ્ચન પાસે દુબઇમાં સૈંક્ચુઅરી ફોલ્સમાં કરોડો રૂપિયાનું એક મોટું ઘર છે
મુંબઇની વાત કરીએ તો અહીંયા બિગ બી પાસે જલસા, જનક, વત્સ અને પ્રતીક્ષા બંગલો છે.જો કે બંગલો પ્રતીક્ષા થોડા સમય પહેલા જ તેની પુત્રી શ્વેતાને ગિફ્ટ કર્યો છે. અમિતાભ બચ્ચન પાસે દિલ્લી,ગુરૂગ્રામ, ભોપાલ, પ્રયાગરાજ અને ગુજરાતમાં પણ ઘણી પ્રોપર્ટી છે