Feb 15, 2024

અમિતાભ બચ્ચન અને જયા બચ્ચન કેટલી છે નેટવર્થ?

Shivani Chauhan

જયા બચ્ચન જાણીતી એક્ટ્રેસ અને પોલિટિશ્યન અને બીલીવુડના મશહૂર કલાકર અમિતાભ બચ્ચનની પત્ની છે.

તાજતેરમાં પોલિટિશ્યન જ્યાં બચ્ચનને ચૂંટણી એફિડેવિટમાં તેની અને પતિ અમિતાભ બચ્ચનની વ્યક્તિગત સંપત્તિ જાહેર કરી હતી.

બિઝનેસ ટુડેના એક અહેવાલ મુજબ, અભિનેત્રી જયાએ જાહેર કર્યું કે નાણાકીય વર્ષ 2022-23 માટે તેની વ્યક્તિગત સંપત્તિ 1.63 કરોડ રૂપિયા છે.

Source: social-media

ચૂંટણી એફિડેવિટમાં એ જ વર્ષ માટે અમિતાભ બચ્ચનની નેટવર્થ ₹ 273.74 કરોડ દર્શાવવામાં આવી હતી.

એફિડેવિટમાં જાહેર કરવામાં આવ્યું છે કે જયાની બેંક બેલેન્સ 10.11 કરોડ રૂપિયા છે અને અમિતાભની બેંક બેલેન્સ 120.45 કરોડ રૂપિયા છે.

કપલની સંયુક્ત  મિલકતની કિંમત ₹ 849.11 કરોડ છે, જેમાં સ્થાવર મિલકત ₹ 729.77 કરોડ છે.

જયાની સંપત્તિના સ્ત્રોતોમાં તેણે સમર્થન દ્વારા કમાણી કરેલી નાણા, સાંસદ તરીકેનો તેમનો પગાર અને અભિનેતા તરીકેની તેમની ફીનો સમાવેશ થાય છે.

 અમિતાભની આવકના સ્ત્રોતો એક અભિનેતા તરીકેની તેમની વ્યાવસાયિક ફી સિવાય વ્યાજ, ભાડું, ડિવિડન્ડ, મૂડી લાભો અને સોલાર પ્લાન્ટ દ્વારા થતી આવક બતાવવામાં આવી છે.

 એક અહેવાલમાં જણાવાયું છે કે જયા પાસે ₹ 40.97 કરોડની જ્વેલરી અને ₹ 9.82 લાખની એક કાર છે. જયારે અમિતાભ પાસે ₹ 54.77 કરોડની જ્વેલરી અને ₹ 17.66 કરોડના 16 વાહનો છે, જેમાં બે મર્સિડીઝ અને એક રેન્જ રોવરનો સમાવેશ થાય છે.

2018 માં, જયાએ પતિ અમિતાભ બચ્ચન સાથે તેની સંયુક્ત સંપત્તિ 1000 કરોડ રૂપિયાની જાહેર કરી હતી.

આ પણ વાંચો: nnMost Stylish TV Actress : ટોપ 10 સૌથી સ્ટાઇલિશ ટીવી એક્ટ્રેસ