બોલિવૂડ અભિનેત્રી રેખા અને જયા બચ્ચન,  કોણ વધુ અમીર? જાણો

Jan 17, 2023

Mansi Bhuva

રેખા અને જયા બચ્ચન બંને બોલિવૂડની સુપરસ્ટાર અભિનેત્રી તરીકે ખુબ ધૂમ મચાવી ચૂકી છે. બંનેનો ચાહકવર્ગ હજુ પણ વિશાળ છે. બંને અભિનેત્રીઓ સંસદના ઉપલા ગૃહના સભ્ય તરીકે પણ ચૂંટાઈ ચુકી છે. હાલમાં જયા બચ્ચન સંસદ સભ્ય છે. 

રેખાએ ભલે વર્ષોથી ફિલ્મોથી અંતર જાળવ્યુ હોય પરંતુ તે લક્ઝરી લાઈફસ્ટાઈલ જીવે છે. (Photo: Indian Express Archive)

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મુંબઈના પોશ વિસ્તાર બાંદ્રામાં રેખાનો લગભગ 15 કરોડનો આલિશાન બંગલો છે. (Photo: Indian Express Archive)

ફોર વ્હિલનો રેખાને જબરદસ્ત શોખ છે. રેખા પાસે કારનું એકદમ લક્ઝુરિયસ કલેકશન છે. અભિનેત્રી લેન્ડ રોવર ડિસ્કવરી, BMW 3, મિત્સુબિશી આઉટલેન્ડર અને ટાટા નેક્સા જેવી કારમાં ફરે છે. (Photo: Indian Express Archive)

 ફિલ્મ સેલિબ્રિટીઓની સંપત્તિની વિગતો આપતી વેબ સાઇટ સેલિબ્રિટી નેટવર્થ.કોમ અનુસાર, રેખા લગભગ $40 મિલિયન સંપતિની માલિકિન છે. (Photo: Indian Express Archive)

જયા બચ્ચનની વાત કરીએ તો તેણે બોલિવૂડના સૌથી ધનવાન પરિવારમાં લગ્ન કર્યા છે. તેણે બોલિવૂડના શહેનશાહ અને સદીના મહાનાયક અમિતાભ બચ્ચન સાથે લગ્ન કર્યા છે. (Photo: Indian Express Archive)

જયા બચ્ચને તેની અને અમિતાભ બચ્ચનની કુલ સંપત્તિ 1000 કરોડ રૂપિયાથી વધુ જણાવી છે. (Photo: Indian Express Archive)

જયા બચ્ચને રાજ્યસભાની ચૂંટણી દરમિયાન આપેલા એફિડેવિટમાં જણાવ્યું હતું કે તેમના નામે લગભગ 200 કરોડ રૂપિયાની ચલ અને અચલ સંપત્તિ છે. (Photo: Indian Express Archive)