ભોજપુરી એક્ટ્રેસ અમૃતા પાંડેનું હાલમાં મોત થયું છે.તે 27 એપ્રિલે બિહારમાં તેના એપાર્ટમેન્ટમાં મૃત હાલતમાં મળી આવી હતી

May 01, 2024, 04:01 PM

મોતનું કારણ

અમૃતાએ શા માટે આત્મહત્યા કરી તેનું કારણ હજુ સામે આવ્યું નથી, પરંતુ મૃત્યુ પહેલા અભિનેત્રીએ તેના વોટ્સએપ સ્ટેટસ દ્વારા કંઈક કહેવાનો પ્રયાસ કર્યો હતો

અમૃતા પાંડેની છેલ્લી વોટ્સએપ પોસ્ટ

27 વર્ષની અમૃતા પાંડેની છેલ્લી વોટ્સએપ પોસ્ટમાં લખ્યું હતું કે, 'બે હોડીમાં સવાર હતું તેનું જીવન, અમે અમારી બોટ ડૂબાડીને તેની સફર સરળ બનાવી દીધી'

અમૃતા પાંડેની આત્મહત્યા

અહેવાલ અનુસાર, અમૃતાની બહેન બપોરે 3:30 વાગ્યાની આસપાસ તેના રૂમમાં આવી અને અભિનેત્રીને લટકતી જોઈ. હાલ જોગસર પોલીસે તેના મોતનું સિક્રેટ જાણવા માટે તપાસ કરી રહી છે

અમૃતા પાંડે મુવી

અમૃતા પાંડે ફેમસ ભોજપુરી એક્ટ્રેસ છે. અભિનેત્રીએ ઘણી સિરિયલો અને ફિલ્મોમાં પણ ભૂમિકાઓ ભજવી છે. તેણે ભોજપુરી સુપરસ્ટાર ખેસારી લાલ યાદવ સાથે ફિલ્મ 'દીવાનપન'માં પણ કામ કર્યું હતું

વેબ સિરીઝ

ભોજપુરી ફિલ્મો સિવાય અમૃતાએ કેટલીક વેબ સિરીઝમાં પણ કામ કર્યું હતું. હાલમાં જ અમૃતાની હોરર વેબ સિરીઝ પ્રતિશોધનો પહેલો ભાગ રિલીઝ થયો છે

પરિવારનું નિવેદન

એક અહેવાલ મુજબ અમૃતાના પરિવારે એવો દાવો કર્યો છે કે, તે પોતાની કારકિર્દીને લઈને ઘણી ચિંતિત હતી. તેને કામની પૂરતી તકો ન મળી રહી હતી

અમૃતા પાંડે ડિપ્રેશનમાં હતી?

કથિત રીતે અમૃતા ડિપ્રેશન સાથે પણ લડી રહી હતી અને ઘણી ચિંતામાં હતી. પરિવારે જણાવ્યું કે ઘરમાં થોડા દિવસો પહેલા જ અમૃતાની બહેન વીણાના લગ્ન થયા હતા. શુક્રવારે રાત્રે તેઓએ ખૂબ જ મસ્તી કરી હતી. પછી અચાનક શું થયું, તે કોઈ સમજી શકતું નથી

અમૃતા પરિણીત હતી?

અમૃતાના પરિવારે જણાવ્યું હતું કે, અમૃતા પરિણીત છે, તેના લગ્ન 2022માં છત્તીસગઢના બિલાસપુરના રહેવાસી ચંદ્રમણી ઝાંગડ સાથે થયા હતા. તે મુંબઈમાં એનિમેશન એન્જિનિયર છે. દંપતીને કોઈ સંતાન નથી