Mar 01, 2024

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગ સેરેમનીમાં આ સ્ટાર્સનો જમાવડો

Mansi Bhuva

મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણીના રાધિકા મર્ચન્ટ સાથે જામનગર ખાતે લગ્ન થશે

જામનગરમાં 1થી 3 માર્ચ અનંત અંબાણી અને રાઘિકા મર્ચન્ટના પ્રી-વેડિંગ ફંક્શન યોજાયા

આ તમામ ફંકશનની ઉજવણી જામનગરના અંબાણી એસ્ટેટ ખાતે થઇ રહી છે

Source: social-media

જામનગરમાં રિલાયન્સ ટાઉનશીપ નજીક જોગવડ ગામમાં અન્ન સેવા સાથે અનંત-રાધિકાના પ્રી-વેડિંગ ફંકશનની શરૂઆત થઇ ગઇ છે

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નનમાં રાજકારણીથી લઇને દિગ્ગજ સેલેબ્સ હાજરી આપશે

Source: social-media

બોલિવૂડ કપલ દીપિકા પાદુકોણ-રણવીર સિંહ અનંત અને રાધિકાના પ્રી-વેડિંગ ફંકશનમાં ભાગ લેવા માટે જામનગર પહોંચી ગયા છે

રાની મુખર્જી પણ આ ફંકશનમાં પહોંચી ગઇ છે

આ સહિત આલિયા ભટ્ટ-રણબીર કપૂરની પણ અનંત-રાધિકાની પ્રી-વેડિંગ માટે જામનગર પધરામણી થઇ ગઇ છે

કિંગ ખાન પત્ની ગૌરી અને સંતાનો સાથે  અનંત-રાધિકાના પ્રી-વેડિંગ ફંકશનમાં ભાગ લેવા માટે જામનગર પહોંચ્યો છે

અનંત અંબાણીના પ્રી-વેડિંગ ફંકશનમાં ઇન્ટરનેશનલ ફેસ પણ જોવા મળશે.

આ મહેમાનોને એરપોર્ટથી સ્થળ સુધી લઈ જવા માટે લક્ઝરી વાહનોનો કાફલો રાખવામાં આવ્યો છે

મહેમાનો માટે રાખવામાં આવેલા વાહનોના કાફલામાં રોલ્સ રોયસ, BMW, રેન્જ રોવરનો સમાવેશ થાય છે