અંકિતા લોખંડેએ બિઝનેસ વિકી જૈન સાથે લગ્ન કર્યા છે. લગ્ન સમયે એક્ટ્રેસ પર આરોપ લગાવવામાં આવ્યો હતો કે તેણે માત્ર પૈસા માટે બિઝનેસમેન સાથે લગ્ન કર્યા છે
અંકિતા લોખંડે અને વિક્કી જૈને મિર્ચી પ્લસને ઇન્ટરવ્યુ આપ્યું હતુ. આ ઇન્ટરવ્યુમાં તેણે ઘણી મહત્વની વાત કરી હતી
જ્યારે અંકિતા લોખંડેએ કહ્યું હતું કે, હું વિકીને પ્રેમ કરૂં છું એટલે લગ્ન કર્યા છે. અંકિતા અને વિકી વચ્ચે બહુ ઝઘડા થાય છે તેની એક ઝલક બિગ બોસ 17માં તમે જોઇ હશે. આ અંગે અંકિતાના પતિ વિકીએ કહ્યું કે, અમારો લગભગ ઝઘડો અંકિતા કેયરલેસ હોવાને લીધે થાય છે. અંકિતા હું 10-15 દિવસ બહાર હોઉં તો તે પોતાની દુનિયામાં જ વ્યસ્ત હોય છે
અંકિતા લોખંડે પાસે કરોડોની નેટવર્થ છે. તે અંદાજે 22 કરોડો રૂપિયાની માલકિન છે. અંકિતા લોખંડે પતિ સંગ 8 BHK એપાર્ટમેન્ટમાં રહે છે
અંકિતાને કારનો ખુબ શોખ છે. તેના કાર કલેક્શનમાં Jaguar XJ અને Porsche 718 પણ છે. આ વાહનોની કિંમત કરોડોમાં છે
અંકિતા લોખંડેના કરિયરની વાત કરીએ તો તેણે પવિત્ર રિશ્તા, ઝલક દિખલા જા અને પવિત્ર રિશ્તા 2 સિરિયલોમાં કામ કર્યું છે. જ્યારે તેના બોલિવૂડ કરિયરની વાત કરીએ તો અંકિતાએ મણિકર્ણિકા અને બાઘી- 3માં કામ કર્યું છે