બોલિવૂડ અભિનેત્રી પરિણીતી ચોપરા અને દિલજીત સિંહ સ્ટારર ફિલ્મ 'અમર સિંહ ચમકીલા' નેટફ્લિક્સ પર 12 એપ્રિલે રિલીઝ થશે. ફેમસ સિંગર અમર સિંહ ચમકિલાના ગીતો દરેક વ્યક્તિ લાઈવ પર્ફોર્મન્સ સાંભળવા ઇચ્છતી હતી. ચમકીલાની હત્યાના 36 વર્ષ બાદ ઈમ્તિયાઝ અલીએ તેના જીવન પર ફિલ્મ બનાવી છે.
દિવ્યાંકા ત્રિપાઠીની વેબ સિરીઝ ‘અદ્રશ્યમ’ 11 એપ્રિલ 2024ના રોજ સોની લિવ પર રિલીઝ થવાની છે. આ સિરીઝનું નિર્દેશન સચિન પાંડેએ કર્યું છે. આ વેબ સીરિઝના કુલ 65 એપિસોડ છે
તમે 12 એપ્રિલથી પ્રાઇમ વીડિયો પર વેબ સિરીઝ 'ફોલઆઉટ' જોઈ શકશો. ફોલ આઉટની કહાની ઘણી દિલચસ્પ છે. જે અમીર અને ગરીબ પર આધારિત કહાની છે.
મલયાલમ ફિલ્મ 'પ્રેમલુ' 12 એપ્રિલે હોટસ્ટાર પર રિલીઝ થશે
તમે 10 એપ્રિલથી નેટફ્લિક્સ પર વેબ સીરિઝ 'અનલોક: અ જેલ એક્સપેરિમેન્ટ' જોઈ શકશો
વેબ સિરીઝ ‘ધ હાઇજેકિંગ ઓફ ફ્લાઈટ 601’ 10 એપ્રિલે નેટફ્લિક્સ પર રિલીઝ થવાની છે
વેબ સિરીઝ ‘બ્લડ ફ્રી’ ડિઝની પ્લસ હોટસ્ટાર પર 10 એપ્રિલે રિલીઝ થશે