અરજીત સિંહ પોતાના મંત્રમુગ્ધ અવાજથી લોકોના દિલો પર રાજ કરે છે
આશિકી 2 ફિલ્મનું ગીત તુમ હી હોએ અરજીત સિંહને રાતોરાત સ્ટાર બનાવી દીધો
અરજીત સિંહ આજે 26 એપ્રિલે પોતાનો બર્થડે સેલિબ્રેટ કરી રહ્યો છે
અરજીત સિંહનો જન્મ પશ્લિમ બંગાળના મુર્શિદાબાદમાં થયો હતો
અરજીત સિંહ 2005માં રિયાલિટી શો ફેમ ગુરૂકુલથી તેની કારકિર્દીની શરૂઆત કરી હતી
અરજીત સિંહે અત્યાર સુધીમાં પુષ્કળ રોમાન્ટિક ગીતો ગાયા છે. જેમાં તુમ હી હો, હમારી અધૂરી કહાની, કેસરીયા, ચન્ના મેરેયા વગેરે સામેલ છે
મીડિયા અહેવાલ અનુસાર, અરજીત સિંહ લગભગ કુલ 180 કરોડ રૂપિયાની સંપત્તિનો માલિક છે. મળતી માહિતી અનુસાર, અરજીત સિંહ એક ગીત માટે 8થી 10 કરોડ રૂપિયા ફી લે છે. અરજીત સિંહ ફિલ્મો સિવાય લાઇવ શો કરીને લગભગ 25થી 30 લાખની આવક કરે છે. અરજીત સિંહ નવી મુંબઇના પ્રાઇમ વિસ્તારમાં રહે છે. ઘરની કિંમત લગભગ 8 કરોડ રૂપિયા છે