પંકજ ત્રિપાઠીએ આ સૌભાગ્ય પ્રાપ્ત થવાની ખુશીમાં સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી છે.
અટલ બિહારી વાજયેપી વર્ષ 1952માં પ્રથમ વખત લોકસભાની ચૂંટણી લડ્યા હતા. તેઓ અલગ અલગ સામાન્ય ચૂંટણીમાં અલગ અલગ ચાર રાજ્યોમાંથી ચૂંટાનારા તેઓ એક્માત્ર સંસદ સભ્ય હતા.
અટલ બિહારી વાજપેયીજીનો સ્પષ્ટ વિચાર હતો કે અનુશાસિત યુવાઓ જ દેશને નવી દિશા આપી શકે છે.
પંકજ ત્રિપાઠીએ પોસ્ટમાં લખ્યું છે કે, ભારત જમીન કા ટુકડા નહીં, જીતા જાગતા રાષ્ટ્ર પુરૂષ હૈ, યે પંક્તિયાં લિખનેવાલે મહાન નેતા શ્રી અટલ બિહારી વાજપેયીજી કી ભૂમિકા મુઝે બડે પરદે પર સાકાર કરને કા અવસર મિલ રહા હૈ, યે મૈં અપના સૌભાગ્ય માનતા હું.
આ ફિલ્મનું ટાઇટલ ‘મૈં રહું યા ના રહું, યે દેશ રહેના ચાહિયે- અટલ’ આ ફિલ્મ વાજપેયી પર લખાયેલા પુસ્તક પર આધારિત છે. આ ફિલ્મનું નિર્માણ સંદીપસિંઘ અને વિનોદ ભાનુશાલી કરી રહ્યા છે.
અટલ બિહારી વાજપેયીના જીવન પર બનનાર આ ફિલ્મ વર્ષ 2023માં ફ્લોર પર જશે. એ પછીના વર્ષમાં થિયેટરોમાં ક્રિસમસના તહેવારોમાં રજૂ થશે. આ દવિસે વાજપેયીજીની 99મી જન્મતિથી આવે છે.