આથિયા શેટ્ટી અને કેએલ રાહુલના લગ્ન ગઇકાલે (23 જાન્યુઆરી) સુનીલ શેટ્ટીના ખંડાલાવાલા બંગલા સ્થિત યોજાયા હતા.
નવદંપતી આથિયા શેટ્ટી અને કેએલ રાહુલે સાંજે 4 વાગ્યા આસપાસ કૃષ્ણ ભજન સાથે સાત ફેરા ફર્યા હતા.
આ નવયુગલના લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહી છે. આ તસવીરોમાં આથિયા દુલ્હનના રૂપમાં ખુબ જ સુંદર લાગી રહી છે. આથિયાએ લાઇટ પિંક રંગનો લહેંગો પહેર્યો હતો.
આથિયા શેટ્ટીના લહેંગાને તૈયાર કરવા માટે લગભગ 10 હજાર કલાક એટલે કે 416 દિવસનો સમય લાગ્યો હતો.
ખાસ વાત એ છે કે, આથિયાના લહેંગાને હાથથી બનાવવામાં આવ્યો હતો. લહેંગાને જરદોશીના વર્કથી શણગારવામાં આવ્યો છે.
અજય દેવગણે આ પ્રસંગે સોશિયલ મીડિયા પર સુનીલ શેટ્ટી અને તેમની પત્ની મોના શેટ્ટીને પુત્રીના લગ્નની શુભેચ્છાઓ પાઠવી છે.
લગ્નવિધિ સંપન્ન થયા બાદ સુનીલ શેટ્ટી અને અહાન શેટ્ટી મીડિયા અને તેમના તમામ પ્રશંકોનો આભાર વ્યક્ત કરવા માટે બહાર આવ્યા હતા.
સુનીલ શેટ્ટીએ કહ્યું હતું કે, "રાહુલનો સસરો નહીં પિતા બનીને રહેવા માંગુ છુ. આ મારી ખાસિયત છે અને આ જ કરી શકું"