Best Indian Movies 2024 : અમર સિંહ ચમકીલા 2024 ની સૌથી વધુ જોવાયેલી હિન્દી સ્ટ્રીમિંગ ફિલ્મ, બીજા સ્થાને કઈ ફિલ્મ?
ઘણા સ્ટ્રીમિંગ જાયન્ટ્સ હવે વધુ ઓરીજનલ કોન્ટેન્ટ ક્રીએકશન કરવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે, આ સ્ટ્રેટેજી સારું રિઝલ્ટ આપી શકે એવું કહેવાય છે.
તાજતેરમાં એનાલિસિસ ફર્મ ઓરમેક્સ મીડિયાના રિપોર્ટ 'મીડ યર રીવ્યુ' અનુસાર ઈમ્તિયાઝ અલીની ઓડિયન્સ દ્વારા અમરસિંઘ ચમકીલા સૌથી વધુ જોવામાં આવેલી મુવી બની છે.
ઇમ્તિયાઝ અલીની બાયોગ્રાફી ડ્રામા ફિલ્મ 'અમર સિંહ ચમકીલા' માં દિલજીત દોસાંઝ અને પરિણીતી ચોપરા મુખ્ય ભૂમિકામાં જોવા મળે છે, તે 12.9 મિલિયન વ્યૂ સાથે લિસ્ટમાં ટોપ પર છે.
ત્યારબાદ ડિરેક્ટર હોમી અદાજાનિયાની મિસ્ટ્રી થ્રિલર ફિલ્મ 'મર્ડર મુબારક' આવે છે. પંકજ ત્રિપાઠી, સારા અલી ખાન, વિજય વર્મા અને કરિશ્મા કપૂરને દર્શાવતી આ ફિલ્મે 12.2 મિલિયન વ્યૂઝ સાથે બીજા ક્રમે છે.
આ રિપોર્ટમાં જાન્યુઆરી થી જૂન 2024 વચ્ચે રિલીઝ થયેલા ઓરિજિનલ શો અને ફિલ્મોને આવરી લેવામાં આવી હતી.
Ulajh Movie Song : જાહ્નવી કપૂરની ફિલ્મ ઉલજનું સોન્ગ રિલીઝ, જાહ્નવી અને ગુલશન દેવૈયાની કેમિસ્ટ્રી જોઈ?