Year Ender 2022: આ વર્ષની સૌથી વધુ પોપ્યુલર થયેલી આ 7 ફિલ્મ
Dec 19, 2022
shivani chauhan
ધ કાશ્મીર ફાઇલ્સ: વિવેક અગ્નિહોત્રી દ્વારા ડાયરેક્ટ થયેલી આ ફિલ્મમાં અનુપમ ખેરે અભિનય કર્યો છે. ફિલ્મ 11 માર્ચ 2022 માં રિલીઝ થઇ હતી.
રોકેટરી ધ નામ્બી ઇફેક્ટ: આ ફિલ્મ એક બાયોગ્રાફિક ડ્રામા ફિલ્મ છે. આ ફિલ્મ આર. માધવન દ્વારા ડાયરેક્ટ કરાયેલી પહેલી ફિલ્મ છે ,પ્રોડયુસ પણ આર. માધવન દ્વારા અને અભિનય પણ એજ એક્ટરે કર્યો છે..
પોનીયન સેલ્વન : આ ફિલ્મ ભારતીય તમિલ ભાષાની એપિક હિસ્ટોરિકલ ફિલ્મ છે . જેમાં મુખ્ય ભૂમિકામાં ઐશ્વરીયા રાય અને મ્યુઝિક એ.આર રહેમાનએ આપ્યું છે.
KGF ચેપ્ટર ટુ : ભારતીય કન્નડ ફિલ્મ છે, 2 સિરીઝ ધરાવતી આ ફિલ્મ ચાહકોને ખુબજ પસંદ આવી હતી. જે 14 એપ્રિલે રિલીઝ થઇ હતી.
કંતારા : ભારતીય કન્નડ એકશન થ્રિલર ફિલ્મ છે જે રિષભ શેટ્ટી દ્વારા ડાયરેક્ટ થઇ છે. આ ફિલ્મનું મ્યુઝિક અને સિનેમેટોગ્રાફી અદભુત છે તેથી દર્શકોને ખુબજ પસંદ આવી હતી.
RRR: આ એસ.એસ રાજમોઉલી દ્વારા ડાયરેક્ટ થયેલી ભારતીય તેલુગુ ફિલ્મ છે જે 24 માર્ચ 2022 માં રિલીઝ થઇ હતી.
વિક્રમ: આ ફિલ્મમાં કમલ હસન મુખ્ય રોલમાં છે. ફિલ્મ ભારતીય તમિલ ફિલ્મ છે. 150 કરોડમાં બનેલી આ ફિલ્મએ બોક્ષ ઓફિસ પર 500 કરોડની કમાણી કરી હતી.