Dec 26, 2024

Bhool Bhulaiyaa 3 | કાર્તિક આર્યન ની ફેન્સ માટે ક્રિસમસ ગિફ્ટ ! ભુલ ભુલૈયા 3 ઓટીટી પર આ તારીખે થશે રીલીઝ

Shivani Chauhan

ભૂલ ભુલૈયા 3

ભૂલ ભુલૈયા 3 (Bhool Bhulaiyaa 3) કાર્તિક આર્યન વિદ્યા બાલન, માધુરી દીક્ષિત અને તૃપ્તિ ડિમરી એ અનીસ બઝમી દ્વારા દિગ્દર્શિત ફિલ્મ છે તેઓના અભિનયથી દરેકના દિલ જીતી લીધા હતા.

Source: social-media

ભૂલ ભુલૈયા 3 ઓટીટી રિલીઝ

થિયેટરોમાં ધમાલ મચાવ્યા બાદ હવે ફિલ્મ OTT પર રિલીઝ માટે તૈયાર છે. આ ફિલ્મ ટૂંક સમયમાં નેટફ્લિક્સ પર ઉપલબ્ધ થશે, જાણો તમે હોરર-કોમેડી ફિલ્મ ભૂલ ભુલૈયા 3 ક્યારે જોઈ શકશો.

Source: social-media

ભૂલ ભુલૈયા 3 ઓટીટી રિલીઝ

ફિલ્મ થિયેટરમાં રિલીઝ થયાના લગભગ બે મહિના બાદ કાર્તિક આર્યનની ભૂલ ભુલૈયા 3 હવે ઓનલાઈન રિલીઝ થવાની તૈયારીમાં છે. આ ફિલ્મ OTT પ્લેટફોર્મ Netflix પર ઉપલબ્ધ થશે.

Source: social-media

ભૂલ ભુલૈયા 3 ઓટીટી રિલીઝ

બુધવારે નેટફ્લિક્સ ઇન્ડિયાએ તેના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક પોસ્ટ શેર કરી હતી જેમાં સંકેત આપ્યો હતો કે ભૂલ ભુલૈયા 3 27 ડિસેમ્બરે પ્રીમિયર થશે.

Source: social-media

કાર્તિક આર્યન

નેટફ્લિક્સ દ્વારા શેર કરવામાં આવેલા વીડિયોમાં કાર્તિક આર્યન જોવા મળે છે. પોસ્ટના કેપ્શનમાં લખ્યું છે કાર્તિક આર્યન તમારા માટે ક્રિસમસ સરપ્રાઈઝ લાવ્યો છે.ટૂંક સમયમાં આવી રહ્યું છે.

Source: social-media

હોરર-કોમેડી ફિલ્મ

અનીસ બઝમી દ્વારા દિગ્દર્શિત, ભૂલ ભૂલૈયા 3 સ્ટાર્સ કાર્તિક આર્યન, વિદ્યા બાલન, માધુરી દીક્ષિત અને તૃપ્તિ ડિમરી મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મમાં હોરર-કોમેડીનો ભરપૂર ડોઝ જોવા મળશે.

Source: social-media

ભૂલ ભુલૈયા 3 ક્લેકશન

ભૂલ ભુલૈયા 3 ને બધા તરફથી મિશ્ર પ્રતિસાદ મળ્યો છે. તેણે ભારતીય બોક્સ ઓફિસ પર કરોડો રૂપિયાની કમાણી કરી અને ઘણા રેકોર્ડ બનાવ્યા છે. ફિલ્મ ભૂલ ભુલૈયા 3 એ હોરર-કોમેડી ફિલ્મ ભૂલ ભુલૈયાનો ત્રીજો ભાગ છે. દર્શકોને આ ફિલ્મ ખૂબ પસંદ આવી હતી. હવે આ ફિલ્મ થિયેટરો પછી OTT પર રિલીઝ માટે તૈયાર છે, જેની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

Source: social-media