ફેમસ સિંગર અને દુબઇના છોટા ભાઇજાન અબ્દૂ રોઝિક વિશે મોટું અપડેટ સામે આવ્યું છે
અબ્દૂ રોઝિકે તેના ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કરીને ફેન્સ સાથે ખુશખબરી શેર કરી છે
અબ્દૂ રોઝિક આ વીડિયોમાં તેની થનારી દુલ્હન માટે ખરીદેલી રીંગ બતાવી રહ્યો છે
અબ્દૂ રોઝિકે આ ગુડ ન્યૂઝ આપતા ફેન્સ શુભેચ્છાનો વરસાદ કરી રહ્યા છે
અબ્દૂ રોઝિકની ગર્લફ્રેન્ડ વિશે વાત કરીએ તો તે અમીરાતની છોકરી શારજાહ સાથે લગ્ન કરશે
અબ્દૂ રોઝિકે વીડિયો શેર કરતા કહ્યું કે, તેણે કદી વિચાર્યું ન્હોતું કે તે એટલો લકી હશે કે તેને એટલો પ્રેમ અને સન્માન કરનાર જીવનસાથી મળશે
અબ્દૂ રોઝિકે વીડિયોમાં લગ્નની તારીખનો પણ ખુલાસો કર્યો હતો. તેણે કહ્યું કે, ' જુલાઇ સેવ કરી લો. વધુમાં અબ્દૂએ કહ્યું કે, તે કેટલો ખુશ છે તે શબ્દોમાં પ્રગટ નહીં કરી શકે.'
અબ્દૂ રોઝિક દુનિયાના સૌથી નાના સિંગર તરીકે ઓળખ ધરાવે છે. અબ્દૂ રોઝિક તઝાકિસ્તાનનો રહેવાસી છે
અબ્દૂ રોઝિક પોતાના રેપ સોન્ગ 'ઓહી દિલી જોર'થી વિશ્વભરમાં ફેમસ થયો હતો. મીડિયા અહેવાલ અનુસાર, દુનિયાના નાના કદનો સિંગર અબ્દૂ રોઝિક લગભગ 2 કરોડની સંપ્તિનો માલિક છે