Bigg Boss OTT 3 Armaan Malik : ઉર્ફી જાવેદએ બિગ બોસ OTT 3 સ્પર્ધક અરમાન મલિકના 2 પત્ની સાથેના સંબંધો વિશે શું કહ્યું?

Jun 26, 2024, 02:34 PM

બિગ બોસ ઓટીટી 3 (Bigg Boss OTT 3) ની શરૂઆત 21મી જૂનના રોજ થઈ ગઈ છે, પહેલા દિવસથી જ સ્પર્ધકોએ ચાહકોનું ધ્યાન ખેંચ્યું છે. તેમાંથી એક છે YouTube કન્ટેન્ટ ક્રિએટર અરમાન મલિક (Armaan Malik) છે.

અરમાન મલિકની બે પત્નીઓ છે પાયલ મલિક અને કૃતિકા મલિક. તેમના બહુપત્નીત્વ રિલેશન શોમાં સામે આવ્યા ત્યારથી ભૂતપૂર્વ બિગ બોસ સ્પર્ધકો તરફથી પણ ઘણી ટીકાઓ કરવામાં આવી છે.

તાજતેરમાં અભિનેત્રી દેવોલિના ભટ્ટાચારજી ( ભૂતપૂર્વ બિગ બોસ સ્પર્ધક) એ નિર્માતાઓની ટીકા કરી અને કહ્યું આવા લોકોને શોમાં લાવીને 'ગંદકી' ને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે.

ઉર્ફી જાવેદે અરમાન, પાયલ અને કૃતિકાના સંબંધોને ટેકો આપ્યો છે અને દાવો કર્યો છે કે તેમના સંબંધો પર ટિપ્પણી કરવાનો કોઈને અધિકાર નથી.

ઇન્સ્ટાગ્રામ પર સ્ટોરી શેર કરી અને લખ્યું બહુપત્નીત્વ લાંબા સમયથી અસ્તિત્વમાં છે, તે કેટલાક ધર્મોમાં પણ લોકપ્રિય છે. જો એ ત્રણેય ખુશ છે, તો લોકોએ ટિપ્પણી કરવાનો અધિકાર નથી.

સોનાક્ષી સિંહા ઝહીર ઈકબાલના રોમેન્ટિક ફોટા: એક દુજે કે લિયે