Nov 05, 2024
સન સુલતાનને નિકાહ કર્યા છે. રિયાલિટી શો બિગ બોસ ઓટીટી 3માં જોવા મળેલી સના સુલતાને સોશિયલ મીડિયા ઈન્સ્ટાગ્રામ પર મેરેજના ફોટા શેર કરી ફેન્સને ચોંકાવી દીધા છે.
સના સુલતાને મદીનામાં સિક્રેટ વેડિંગ કરીને ફેન્સને ચોંકાવી દીધા છે. સનાએ નિકાહ પછીની તસવીરો પણ ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે, જેમાં તે સફેદ આઉટફિટમાં દુલ્હનની જેમ પોઝ આપતી જોવા મળી રહી છે.
સના સુલતાને મોહમ્મદ વાજિદ સાથે મદીનામાં લગ્ન કર્યા છે. મોહમ્મદ વાજિદ પર ટેલિવિઝન ઈન્ડસ્ટ્રીઝ સાથે જોડાયેલો છે પરંતુ પડદા પાછળ રહીને કામ કરે છે. મોહમ્મદ વાજિદે પોતાનું સોશિયલ મીડિયા એકાઉન્ટ પ્રાઈવેટ કરી રાખ્યું છે.
નિકાહ બાદ સના સુલતાને ઇન્સ્ટાગ્રામ પર પતિ સાથેની રોમાન્ટિક તસવીરો શેર કરી છે. લગ્ન સાથે જોડાયેલી તમામ ઝલક ફેન્સ સાથે શેર કરવાની સાથે જ તેણે એક લાંબી પોસ્ટ પણ લખી છે.
સના સુલતાને લગ્નના ફોટા શેર કરવાની સાથે લખ્યું - અલ્હમ્દુલિલ્લાહ. તમને જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે મને સૌથી ઉત્તમ વ્યક્તિ, મારા વાજિદ જી, મારા વિટામીન W સાથે, સૌથી પવિત્ર અને સ્વપ્ન જેવા સ્થળ મદીનામાં નિકાહ કરવાનું સૌભાગ્ય મળ્યું છે. પ્રિય મિત્ર માંથી જીવનસાથી સુધીની આપણી યાત્રા પ્રેમ, ધૈર્ય અને વિશ્વાસનો પુરાવો છે.
સના સુલતાને લખ્યું છે કે, તેમણે તેમના રિલેશનને ખરાબ નજરોથી દૂર રાખ્યા હતા. તેને સાદગીભર્યા લગ્ન કરવા હતા અને કોઇ દેખાડો ઇચ્છી ન હતી. તેણે અને તેના પતિએ આ સંબંધને માન આપવાની પ્રતિજ્ઞા લીધી હતી.
સના સુલતાને પરિવાર અને નજીકના મિત્રોની હાજરીમાં નવા જીવનની શરૂઆત કરી છે. આ પોસ્ટ બાદ તેને સોશિયલ મીડિયા પર ખૂબ અભિનંદન અને લગ્નની શુભેચ્છાઓ મળી રહી છે. જેમાં ઉમર રિયાઝ, ડિબેટમા શાહ, મુનીષા ખટવાણી, સાઈ કેતન રાવ, ઝુબૈર ખાન સહિત અન્યના નામ સામેલ છે.
સના સુલતાન ખાન ટેલિવિઝનમાં જાણીતો ચહેરો છે. બિગ બોસ ઓટીટી સીઝન 3 થી સના સુલતાન વધારે લોકપ્રિયતા મળી છે.