બોલિવૂડના એવા કપલ જેમને શૂટિંગ દરમિયાન થયો પ્રેમ

Feb 27, 2023

Mansi Bhuva

હિંદી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એવા ઘણા કપલ છે જેમને તેની કો-સ્ટાર સાથે પ્રેમ થઇ ગયો હોય.

આ યાદીમાં સૈપ્રથમ નામ લોકપ્રિય જોડી અજય દેવગણ અને કાજોલનું આવે છે. આ કપલને એકબીજા સાથે ફિલ્મ હલચલ દરમિયાન પ્રેમ થયો હતો. 

અભિષેક બચ્ચન અને એશ્વર્યા રાયની પણ પ્રેમગાથા આવી જ છે. અહેવાલ અનુસાર, ફિલ્મ ગુરુના સેટ પર આ કપલની પહેલી મુલાકાત થઇ હતી. આ દરમિયાન તેમની વચ્ચે પ્રેમ પ્રકરણ શરૂ થયું હતું.

વર્ષ 2008માં ફિલ્મ ટશન રિલીઝ થઇ હતી. આ ફિલ્મમાં કરીના કપૂર અને સૈફ અલી ખાન સાથે અક્ષય કુમાર જોવા મળ્યો હતો. આ ફિલ્મના શૂટિં દરમિયાન તેઓ એક બીજાના પ્રેમમાં પડ્યા હતા.

હવે વાત કરીએ બોલિવૂડનું સૌથી લોકપ્રિય કપલ રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ. તો રણબીર-દીપિકાને ફિલ્મ ગોલિયોની રાસલીલા વખતે પ્રેમ થયો હતો. આ પછી બંનેએ વર્ષ 2018માં લગ્ન કર્યા હતા.

રિતેશ દેશમુખ અને જેનેલિયા ડિસૂજા જે લોકોની સૌથી પસંદીદા જોડીમાંથી એક છે. આ બંને ફિલ્મ 'તુજે મેરી કસમ'ની શૂટિંગ દરમિયાન પોતાનું દિલ એકબીજાને આપી બેઠા હતા.