કાજોલ હંમેશા તેના અલગ અલગ અવતારથી ફેન્સને ઘાયલ કરતી હોય છે.
કાજોલે બોલિવૂડના દિગ્ગજ સ્ટાર્સ સાથે કામ કામ કર્યું છે. જેમાંથી શાહરૂખ ખાન સાથેની તેની 'દિલ વાલે દુલ્હનિયા, કુછ કુછ હોતા હૈ જેવી ફિલ્મો કાયમ માટે લોકોના દિલમાં સ્થાન પામી ચૂકી છે.
અભિનેત્રીને તાજેતરમાં એક રિયાલિટી શોમાં સવાલ પૂછાયો હતો કે, બોલિવૂડમાંથી અજય દેવગણ પહેલા તમારો ક્રશ કોણ છે?
કાજોલે આ સવાલનો જવાબ આપતા કહ્યું હતુ કે, અક્ષય કુમાર તેનો ક્રશ છે.
તમને જણાવી દઇએ કે બોલિવૂડના હિટ કપલમાં સ્થાન ધરાવનાર આ કપલ 24 ફેબ્રુઆરી 1999ના રોજ લગ્નના બંધનમાં બંધાયા હતા.
આજે આ કપલ તેના બાળકો દિકરી ન્યાસા દેવગણ અને યુગ દેવગણ સાથે ખુશહાલ જીંદગી જીવી રહ્યા છે.
બોલિવૂડમાં જ્યારે સેલેબ્સના લગ્ન અમુક વર્ષમાં તૂટી જાય છે ત્યા આ કપલે એકસાથે આટલા વર્ષ સાથે વીતાવી અન્ય કપલ માટે પ્રેરણારૂપ બન્યું છે.