બોલિવૂડના ટોચના સ્ટાર્સને ઇન્સ્ટાગ્રામ પર આટલા મિલિયન લોકો ફોલો કરે છે. જેમાંથી તેઓ માંડ આટલા લોકોને જ અનુસરે છે. આજે અમે તમારા માટે એક યાદી તૈયાર કરી છે. તો આવો એક નજર કરીએ આ સૂચિ પર...

Jan 08, 2023

Mansi Bhuva

સૌપ્રથમ સદાની મહાનાયક અમિતાભ બચ્ચનની વાત કરીએ તો તેમને ઇન્સ્ટાગ્રામ પર 32.4 મિલિયન લોકો ફોલો કરે છે. જ્યારે તેઓ માત્ર 72 લોકોને જ અનુસરે છે.

સલમાન ખાનને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરનાર 56.9 મિલિયન લોકો છે, પોતે માત્ર 36 લોકોને જ ફોલો કરે છે.

બોલિવૂડના કિંગ શાહરૂખ ખાનની વાત કરીએ તો તેને ઇન્સ્ટાગ્રામ પર 34.2 મિલિયન લોકો ફોલો કરે છે, જ્યારે તે માત્ર 6 લોકોને જ  અનુસરે છે.

શાહરૂખ બાદ અજય દેવગણની વાત કરીએ તો 9.6 મિલિયન જેટલા ફોલોઅર્સ ઇનસ્ટાગ્રામ પર તેને ફોલો કરે છે, જ્યારે તે 17 લોકોને જ અનુસરે છે.

બોલિવૂડનો ખેલાડી અક્ષય કુમાર ઇન્સ્ટાગ્રામ પર 63.6 મિલિયન જેટલા ફોલોઅર્સ ધરાવે છે, અને પોતે માત્ર 6 લોકોને જ અનુસરે છે.

રણવીર સિંહની વાત કરીએ તો તેને 42.4 મિલિયન લોકો ઇન્સ્ટાગ્રામ પર અનુસરે છે, 1,181 લોકોને ફોલો કરે છે.

હ્રિતિક રોશનના ઇન્સ્ટાગ્રામ પર 44.6 મિલિયન ફોલોઅર્સ છે, તે 261 અનુસરે છે.

રાજકુમાર રાઉને પણ ઇન્સ્ટાગ્રામ પર 6.9 મિલિયન જેટલા લોકો અનુસરે છે.