મુંબઇમાં એવા ઘણા દિગ્ગજ કલાકારો છે જે લાખોમાં ભાડું ચૂકવે છે.

Jan 22, 2023

Mansi Bhuva

માધુરી દીક્ષિત મુંબઈના વર્લી વિસ્તારમાં ભાડાના મકાનમાં રહે છે. માધુરી આ ઘરનું ભાડું 12.5 લાખ રૂપિયા ચૂકવે છે.

દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ પણ મુંબઈમાં ભાડાના મકાનમાં રહે છે. તેમના ઘરનું માસિક ભાડું 7.25 લાખ રૂપિયા છે.

લગ્ન બાદ વિકી કૌશલ અને કેટરિના કૈફે જુહુના રાજમહેલ એપાર્ટમેન્ટમાં 5 વર્ષ માટે એક આલીશાન ફ્લેટ ભાડે લીધો છે. કપલ આ ફ્લેટનું ભાડું 8 લાખ રૂપિયા પ્રતિ માસના દરે ચૂકવી રહ્યું છે.

જેકલીન ફર્નાન્ડિસે મુંબઈમાં પ્રિયંકા ચોપરા પાસેથી તેનો 5 BHK ફ્લેટ ભાડે લીધો છે. જેકલીન આ માટે દર મહિને 6.78 લાખ રૂપિયાના દરે ભાડું ચૂકવે છે.

હ્રિતિક રોશન જુહુમાં ભાડાના મકાનમાં પરિવારથી અલગ રહે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તે આ માટે 8.25 લાખ રૂપિયાનું ભાડું ચૂકવે છે.

હાલમાં જ કાર્તિક આર્યનએ શાહીદ કપૂરનો જુહુમાં એક બંગલો ભાડે લીધો છે. કાર્તિક આર્યેને આ બંગલો 7.5 લાખના માસિક ભાડા પર લીધો છે.