અમિતાભ બચ્ચનને આ વર્ષે નવો ફલેટ ખરીદ્યો છે. મીડિયા રિપોર્ટસ અનુસાર પોશ એરિયા ચાર બંગલામાં 12 હજાર સ્કેવર ફિટ ક્ષેત્રનો ફ્લેટ ખરીદ્યો છે.

Dec 23, 2022

Mansi Bhuva

રણવીર સિંહએ આ વર્ષે મુંબઇમાં બાંદ્રાના સાગર રેશન ટાવરમાં એક બંગ્લો ખરીદ્યો છે. મીડિયા રિપોર્ટસ અનુસાર આ બંગલાની કિંમત આશરે 120 કરોડ રૂપિયા છે.

શાહિદ કપૂરની વાત કરીએ તો તેણે વર્લી વિસ્તારમાં 8,625 સ્કેવર મીટરનું ડુપ્લેક્સ ખરીદ્યું છે. આ ઘરની કિંમત લગભગ 59 કરોડ રૂપિયા છે.   

જાહ્નવી કપૂરે પણ આ વર્ષે મુંબઇના પાલી હિલ વિસ્તારમાં 65 કરોડ રૂપિયાનો ડુપ્લેક્સ ખરીદ્યો છે.

રાજકુમાર રાવનું નામ પણ આ લિસ્ટમાં સામેલ છે. તેને મુંબઇના જૂહુ વિસ્તારમાં જાહ્નવી કપૂર પાસેથી ત્રણ ઇમારતનું જૂનુ ઘર આશરે 44 કરોડ રૂપિયામાં ખરીધ્યું છે.

જ્યારે અંકિતા લોખંડે અને તેના પતિએ આ વર્ષે મુંબઇમાં 8 રૂમવાળો આલિશાન ફ્લેટ ખરીદ્યો છે. આ કપલ તેના નવા ઘરમાં શિફ્ટ પણ થઇ ગયા છે.

વર્ષ 2022માં મુંબઇના લોવર પરેલમાં માધુરી દીક્ષિતે 48 કરોડ રૂપિયાનું નવુ આશિયાનું ખરીદ્યું છે.