અલગ લુક માટે રકુલે પિંક ઓરેન્જ પેન્ટસૂટ કૈરી કર્યું છે. અભિનેત્રીએ મોડર્ન  લુક સાથે કમ્ફર્ટનો ટ્વિસ્ટ આપ્યો છે. પ્રશંસકોને અભિનેત્રીની આ સ્ટાઇલો ખુબ પસંદ આવી રહી છે.

Nov 07, 2022

Mansi Bhuva

રકુલનો આ મોર્ડન અવતાર જોઇ પ્રશંસકો દિવાના

રકુલ પ્રીતે આઉટફિટ સાથે મેચિંગ પિંક કલરની ઇયરિંગ્સ અને પિંક કલરની હિલ્સ પહેરી છે. આ સાથે ઓપન હેયર સ્ટાઇલ તેમજ ન્યૂડ મેકઅપ કર્યો છે. 

રકુલ છેલ્લા કેટલાક દિવસોથી સતત તેના અલગ-અલગ ફોટા સોશિયલ મીડિયા પર શેર કરી રહી છે. 

 અભિનેત્રીની અલગ-અલગ સ્ટાઇલ દરેકને તેના દિવાના બનાવી રહી છે. રકુલ પ્રીત ઇન્સ્ટાગ્રામ પર 22.7 મિલિયન ફોલોઅર્સ ધરાવે છે. 

 રકુલ પ્રીતના વર્ક લાઈફ અંગે વાત કરીએ તો તે હાલમાં જ 'ડૉક્ટર જી' અને 'થેંક ગોડ'માં જોવા મળી હતી. બંને ફિલ્મોમાં તેમનું પ્રદર્શન ખુબ પ્રશંસનીય છે.