આથિયા શેટ્ટી અને ક્રિકેટર કેએલ રાહુલના લગ્નની ચર્ચા થોડા સમયથી થઇ રહી છે
Dec 06, 2022
Mansi Bhuva
સુનિલ શેટ્ટીએ એક ઇન્ટરવ્યુમાં જણાવ્યુ હતુ કે, આથિયા અને રાહુલના લગ્ન જલદી થવાના છે, તે વાત સાચી પડી રહી હોવાનું જણાય છે.
ક્રિકેટર કેએલ રાહુલે બીસીસીઆઇ પાસે જાન્યુઆરીમાં પોતાની અંગત રજાની મંજૂરી માંગી હતી, જે તેને મળી ગઇ છે.
ભારતીય કન્ટ્રોલ બોર્ડે કેએલ રાહુલની રજા મંજુર કરી હોવાથી તે આથિયા સાથે લગ્ન કરી રહ્યો હોવાની વાતને વેગ મળ્યો છે.
આથિયા અને કેએલ રાહુલની પ્રેમ ગાથા અંગે વાત કરીએ તો મીડિયા રિપોર્ટસ અનુસાર, આથિયા અને કેએલ રાહુલની પહેલીવાર એક કોમન ફ્રેન્ડ હસ્તક મુલાકાત થઇ હતી.
તાજેતરમાં જ આથિયા શેટ્ટીએ પોતાનો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો હતો. આ તકે રાહુલે આથિયાના સુંદર ફોટા શેર કરી જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. ત્યારે આથિયા શેટ્ટી પણ સોશિયલ મીડિયા પર બોયફ્રેન્ડ કેએલ રાહુલ માટે ખુલ્લેઆમ પ્રેમ વ્યક્ત કરતા અચકાતી નથી.
કેએલ રાહુલે વર્ષ 2021માં આથિયા સાથેના સંબંધ પર સત્તાવાર મુહર લગાવી હતી.
લવ બર્ડના કોમન ફ્રેન્ડે જણાવ્યું હતું કે, બંને પોતાના લગ્નનું પ્લાનિંગ ચૂપચાપ કરી રહ્યા છે.
આથિયા અને રાહુલની લગ્નની તારીખ વિશે રિપોર્ટમાં કોઇ જાણકારી આપવામાં આવી નથી. પરંતુ તેઓ ૨૦૨૩માં લગ્ન કરશે તે નક્કી છે.
આ કપલ જાન્યુઆરી-માર્ચ દરમિયાન લગ્ન કરે તેવી સંભાવના છે.
દીપિકા પાદુકોણ
દીપિકા પાદુકોણને ફીફા વલ્ડ કપ ફાઇનલ પહેલા સોંપાઇ મોટી જવાબદારી