બોલિવૂડના દિગ્ગજ અભિનેતા સુનિલ શેટ્ટીએ તેની દીકરી અને અભિનેત્રી આથિયા શેટ્ટીના લગ્નને લઇ મોટી જાહેરાત કરી છે. 

Nov 24, 2022

Mansi Bhuva

સુનિલ શેટ્ટીને તેની આગામી સીરિઝ 'ધારાવી બેંક'ના લોન્ચિંગ ઇવેન્ટમાં આથિયાના લગ્ન વિશે પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો.

આ પહેલીવાર નથી જ્યારે સુનીલે આથિયા અને કેએલ રાહુલના લગ્ન વિશે વાત કરી હોય. આ વર્ષની શરૂઆતમાં, જ્યારે તેને તેની પુત્રીના લગ્ન વિશે પૂછવામાં આવ્યું ત્યારે સુનીલે કહ્યું હતું કે, “મને લાગે છે કે જેમ જેમ બાળકો નક્કી કરશે તે જ થશે. 

સુનીલ શેટ્ટીએ પુત્રીના લગ્ન પર જવાબ આપ્યો, “ટૂંક સમયમાં…” કેએલ રાહુલે વર્ષ 2021માં આથિયા સાથેના સંબંધ પર સત્તાવાર મુહર લગાવી હતી.

મીડિયા રિપોર્ટસ અનુસાર, આથિયા અને કેએલ રાહુલની પહેલીવાર એક કોમન ફ્રેન્ડ હસ્તક મુલાકાત થઇ હતી. જોકે ત્યારે બંનેએ એક બીજાને ડેટ કરી રહ્યા હોવાની મીડિયાને ભનક પણ લાગવા દીધી ન હતી.

મીડિયા પર એક બીજાને બર્થડેની શુભેચ્છા કરવા લાગ્યા ત્યારે આ કપલ વચ્ચે રિલેશનશીપ હોવાનો ખુલાસો થયો હતો. વર્ષ 2021માં જ્યારે કેએલ રાહુલ ઇંગ્લેન્ડ ટેસ્ટ સીરીઝ માટે રવાના થયો તો આથિયા પણ તેમની સાથે ગઇ હતી.  

આ પહેલા બોલિવૂડ અભિનેત્રી અનુષ્કા શર્મા ક્રિકેટર વિરાટ કોહલી સાથે લગ્ન કરી ફેન્સને ચોકાવી દીધા હતા. ત્યારે હવે આથિયા શેટ્ટીએ પણ વધુ એક ક્રિકેટર કેએલ રાહુલને જીવનસાથીના રૂપમાં પસંદ કરી લીધો છે.  

આથિયા શેટ્ટી અને કેએલ રાહુલ બાદ આ લાઇનમાં ઉર્વશી રૌતેલાનું નામ ઋષભ પંત સાથે તાજેતરમાં ચર્ચામાં આવ્યું હતું. જોકે આ અંગે હજુ સત્તાવાર કોઇ માહિતી નથી. 

નોરા ફતેહી

નોરા ફતેહીનો હોટ અવતાર જુઓ એક ક્લિકમાં