હંસિકા મોટવાની બોયફ્રેન્ડ સુહેલ કથુરિયા  સાથે લગ્નના બંઘનમાં બંધાઇ

Dec 05, 2022

Mansi Bhuva

હંસિકા મોટવાની તેના બોયફ્રેન્ડ સુહેલ કથુરિયા  સાથે લગ્નના બંઘનમાં બંધાઇ ગઇ છે. કપલે જયપુરના મુડોટા ફોર્ટમાં ધામધૂમથી લગ્ન કર્યા હતા. લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. 

આ લગ્નમાં હંસિકાના પરિવારના સભ્યો અને ખાસ લોકો જ સામેલ થયા હતા.(Photo: Hansika.official/Instagram)

હંસિકાએ પોતાના લાલ રંગના ઘરચોળા સાથે પારંપરિક જ્વેલરી પહેરી શણગાર પૂરો કર્યો હતો. (Photo: Hansika.official/Instagram)

સુહેલ પણ ગોલ્ડન શેરવાનીમાં જોરદાર લાગી રહ્યો હતો. (Photo: Hansika.official/Instagram)

કપલના લગ્નની તસવીરો શેર કરતી વખતે તેમના ફેન્સ તેમને અભિનંદન આપી રહ્યા છે. (ફોટો: Hansika.official/Instagram)

કપલના લગ્નની તસવીરો શેર કરતી વખતે તેમના ફેન્સ તેમને અભિનંદન આપી રહ્યા છે. (Phoro: Hansika.official/Instagram)

હંસિકાના ઘણા કો-સ્ટાર્સે પણ તેના નવા જીવનની શરૂઆત પર શુભેચ્છા પાઠવી હતી. આ પહેલા હંસિકાના પ્રી-વેડિંગ સેલિબ્રેશનની તસવીરો પણ વાયરલ થઈ હતી.(Photo: Hansika.official/Instagram)