તાજેતરમાં એક ઇન્ટરવ્યૂમાં વિકી કૌશલે તેની પત્ની કેટરીના કૈફના વખાણ કર્યા છે.
Dec 02, 2022
Mansi Bhuva
હાલ વિકી કૌશલ તેની આગામી ફિલ્મ 'ગોવિંદા નામ મેરા'ને લઇ ખુબ ચર્ચામાં છે.
ફિલ્મ'ગોવિંદા નામ મેરા'માં વિકી કૌશલ સાથે અભિનેત્રી ભૂમિ પેડનેકર અને કિયારા અડવાણી મહત્વની ભૂમિકામાં નજર આવે છે. ગોવિંદા નામ મેરા'માં વિકી કૌશલ જબરદસ્ત અંદાજમાં ડાન્સ કરતો જોવા મળે છે. ત્યારે વિકી કૌશલે કહ્યું કે, ડાન્સિંગ પ્રત્યે કેટરીના કૈફ ખુબ નોલેજ ધરાવે છે.
કેટરીના કૈફના વિશાળ ડાન્સિંગ નોલેજને લઇ હું તેને મારા ડાન્સિંગ પ્રેક્ટિસના વીડિયો બતાવી તે નવા નવા રચનાત્મક આઇડિયા આપે છે.
તમને જણાવી દઇએ કે ફિલ્મ ધૂમની સીરિઝમાં ગીત 'મેરે માહિયા સનમ' પર કેટરીનાએ ખુબ એનર્જેટીક અને જબરદસ્ત ડાન્સ કર્યો હતો.
વિકી કૌશલે ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, તે ફિલ્મની પસંદગી દર્શકોના નજરીયેથી કરે છે. એટલે કે હું ફિલ્મ પસંદ કરતી વખતે એ વિચારું કે, મને આ ફિલ્મ જોઇને મજા આવશે કે નહીં.
કેટરીના કૈફ અને વિકી કૌશલે 9 ડિસેમ્બરના રોજ સવાઇ માધોપુરનો સિક્સ સેન્સ ફોર્ટમાં સપ્તપદીના વચન લીધા હતા. ત્યારે તેની પહેલી વર્ષગાંઠ આવશે.