વર્ષ 2022 બોલિવૂડ માટે ખરાબ સાબિત થયું છે. શું બોલિવૂડના એક્કાઓ સલમાન ખાન, શાહરૂખ ખાન આ વર્ષે બોલિવૂડની હારેલી બાજી જીતાડશે?

Jan 03, 2023

Mansi Bhuva

શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણ સ્ટાર ફિલ્મ આગામી 25 જાન્યુઆરીના રોજ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવશે. આ ફિલ્મમાં જોન અબ્રાહ્મ પણ જબરદસ્ત અંદાજમાં જોવા મળશે.

દબંગ સલમાન ખાનની વાત કરીએ તો તે ફિલ્મ 'કિસી કા ભાઇ કિસી કી જાન' માં શહનાઝ ગિલ અને પૂજા હેગડે સંગ નજર આવશે. ભાઇજાનની આ ફિલ્મ ઇદના અવસર પર એટલે કે 21 એપ્રિલના રોજ રિલીઝ થશે.(Photo: Salman Khan/ Instagram)

આલિયા ભટ્ટ, રણબીર કપૂર તેમજ ધર્મેન્દ્ર સહિત શબાના આજમી સ્ટારર ફિલ્મ 'રોકી અને રાની'ની પ્રેમ કહાણી' 28 એપ્રિલના રોજ રિલીઝ બોક્સઓફિસ પર ધમાલ મચાવશે. (Photo: Dharmendra/ Instagram)

લવ રંજનના નિર્દેશન હેઠળ બનેલી ફિલ્મ 'તૂ જૂઠ્ઠી મૈં મક્કાર'  8 માર્ચના રોજ રિલીઝ થશે. આ ફિલ્મની ખાસ વાત એ છે કે, ફિલ્મમાં રણબીર કપૂર અને શ્રદ્ધા કપૂર પ્રથમવાર નજર આવશે. પહેલી વખત પ્રશંસકોને નવી જોડીની કેમેસ્ટ્રી જોવા મળશે. (Photo: Shraddha Kapoor/ Instagram)

સાઉથ સૂપરસ્ટાર અને ક્રિતિ સેનન સ્ટારર 'આદિપુરૂષ' 12 જાન્યુઆરીના રોજ રિલીઝ થશે. તમને જણાવી દઇએ કે પ્રભાસ અને ક્રિતિ સેનનના રિલેશનશીપની અફવાએ હાલ જોર પક્ડયું છે.

એટલી કુમારના નિર્દેશન હેઠળ બનેલી શાહરૂખ ખાન અને નયનતારાની ફિલ્મ 'જવાન' 2 જૂનના રોજ રિલીઝ થશે.

ફરી એક વખત સલમાન ખાન અને કેટરીના કૈફની જોરદાર કેમેસ્ટ્રી જોઇ પ્રશંસકો મૂડમાં આવી જશે. તેમની આગામી ફિલ્મ 'ટાઇગર 3' દિવાળીના પ્રસંગ 10 નવેમ્બરના રોજ રિલીઝ થશે.

વિકી કૌશલની વાત કરીએ તો તેની આગામી ફિલ્મ 'સૈમ બહાદુર' 1 ડિસેમ્બરના રોજ રિલીઝ થશે. આ ફિલ્મ મેધના ગુલજારના નિર્દેશન હેઠળ તૈયાર થઇ રહી છે.