હેપી બર્થડે બોની કપૂર

હેપી બર્થડે બોની કપૂર

Nov 11, 2022

Mansi Bhuva

બોની કપૂર એક ભારતીય ફિલ્મ નિર્માતા છે. તે બોલિવૂડના સૌથી મોટા નિર્માતાઓમાંના એક છે.

બોની કપૂર મિસ્ટર ઈન્ડિયા, નો એન્ટ્રી, જુદાઈ, વોન્ટેડ જેવી બ્લોકબસ્ટર ફિલ્મોનો ભાગ રહી ચૂક્યા છે. તેઓ બોલિવૂડના પ્રખ્યાત અભિનેતા અનિલ કપૂરના મોટા ભાઈ છે. 

બોનીએ મોના શૌરી કપૂર સાથે લગ્ન કર્યા હતા જેની સાથે તેને બે બાળકો છે - અર્જુન કપૂર અને અંશુલા. ત્યારબાદ બોનીએ 2 જૂન 1996ના રોજ ભારતીય અભિનેત્રી શ્રીદેવી સાથે લગ્ન કર્યા હતા. બંનેને બે છોકરીઓ છે - જાહ્નવી અને ખુશી.

 બોની કપૂરના બાળકો  બોલિવૂડનો ચમકતો ચહેરો છે.

નિર્માતા તરીકે તેમની સૌથી સફળ ફિલ્મ શેખર કપૂર દ્વારા નિર્દેશિત મિસ્ટર ઈન્ડિયા હતી. આ ફિલ્મમાં હીરો અનિલ કપૂર હતા અને હિરોઈન શ્રીદેવી હતી. આ ફિલ્મ 1987ની બીજી મોટી હિટ અને ભારતની ક્લાસિક ફિલ્મ હતી.

બોની કપૂરે હિન્દી સિનેમાના ઇતિહાસની સૌથી મોંઘી ફિલ્મોમાંની એક 'રૂપ કી રાની ચોરોં કા રાજાનું' નિર્માણ કર્યું હતું.