Cannes Festival 2023: ઉર્વશી રૌતેલાના મગરવાળા હારની કિંમત કરોડોમાં
જ્યારે એક્ટ્રેસ ત્યાં પહોંચી તો હંમેશાની જેમ લોકોની નજર તેના પર જ ટકેલી હતી.
પરંતુ આ વખતે કંઈક અલગ હતું. ઉર્વશીએ તેના ગળામાં નેકલેસ પહેર્યો હતો અને તે કોઈ સામાન્ય નેકલેસ ન હતો, પરંતુ તેણે મગરની ડિઝાઈનવાળો નેકલેસ પહેર્યો હતો.
હવે ઉર્વશીના આ નેકલેસની કિંમત પણ સામે આવી ગઈ છે.
ઘણા લોકો આ મગરના નેકલેસને ગરોળી સમજતા હતા. સોશિયલ મીડિયા પર ઉર્વશીની મજાક ઉડાવવામાં આવી હતી.
ભલે લોકો ઉર્વશીને આ પ્રકારની જ્વેલરી પહેરવા બદલ ટ્રોલ કરી રહ્યાં છે, પરંતુ તેની કિંમત અને ખાસિયત હેરાન કરનારી છે. રિપોર્ટ્સ મુજબ તેની કિંમત લગભગ 200 કરોડ રૂપિયા છે.
આ નેકલેસ ફ્રાન્સની લક્ઝરી ફર્મ કાર્ટિયર દ્વારા બનાવવામાં આવ્યો છે અને કંપનીએ તેને બનાવવા માટે લગભગ 20 મિલિયન યુરો એટલે કે 179 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે.