કાન્સ 2023માં ઉર્વશી રૌતેલાએ ગરોળી આકારનો નેકલેસ પહેર્યો

May 17, 2023, 08:11 PM

ફિલ્મ ફેસ્ટિવલના પ્રથમ દિવસે, ઉર્વશીએ તેજસ્વી ગુલાબી રંગનો પોશાક પહેર્યો હતો.

ઉર્વશીની સ્ટાઈલ હવે ઈન્ટરનેટ પર ચર્ચાનો વિષય બની છે પરંતુ સૌથી વધુ ચર્ચાનો મુદ્દો તેનો નેકપીસ બની ગયો છે.

ઉર્વશીએ આઉટફિટ સાથે મેચિંગ એલિગેટર ડિઝાઈનનો નેકપીસ અને ઈયરિંગ્સ પહેરી હતી, જે હવે ચર્ચાનો વિષય બની ગયા છે.

ઉર્વશી રૌતેલા તેના સ્ટાઇલિશ લુકને કારણે સોશિયલ મીડિયા પર અવારનવાર ચર્ચામાં રહે છે.

ફેન્સ તેના લૂકથી ખૂબ જ ઇમ્પ્રેસ થયા છે અને તેના 'પિંક ડોલ' લૂક પર ભરપૂર પ્રેમ વરસાવી રહ્યા છે.

જોકે તેના લુકની સરખામણી દીપિકા પાદુકોણ સાથે કરવામાં આવી રહી હતી. આ લોન્ગ લેયર્ડ ટ્યૂલ ગાઉન સાથે તેની એક્સેસરીઝ અને મેકઅપ પણ ખાસ હતો.