Nov 07, 2024
અનન્યા પાંડે (Ananya Panday) બોલીવુડની જાણીતી એકટ્રેસ છે. તેની તાજેતરની રીલીઝ માટે ફેન્સ દ્વારા ઘણો પ્રેમ વરસાવામાં આવ્યો છે.
અભિનેત્રી અનન્યા પાંડેના હવે એક નવા પ્રોજેક્ટની જાહેરાત કરવામાં આવી છે. અનન્યાએ કિલ મુવી ફેમ એક્ટર લક્ષ્ય સાથે ચાંદ મેરા દિલ નામની રોમેન્ટિક ફિલ્મ માટે જોડી બનાવી છે.
મેરા દિલ નિર્માતા કરણ જોહરે ફિલ્મના ફર્સ્ટ લૂક પોસ્ટરનું અનાવરણ કર્યું અને લવ સ્ટોરીને 'તીવ્ર' અને 'જુસ્સાદાર' ગણાવી હતી.
નવેમ્બર 7, 2024, કરણ જોહરે તેની નવી મૂવી ચાંદ મેરા દિલની સત્તાવાર જાહેરાત Instagram પર શેર કરી હતી. તેણે અનન્યા પાંડે અને લક્ષ્યને દર્શાવતા ચાર પોસ્ટર શેર કરી હતી.
પોસ્ટના કેપ્શનમાં કરણ જોહરે લખ્યું, "અમારી પાસે બે ચાંદ છે જે એક તીવ્ર અને જુસ્સાદાર લવ સ્ટોરી લાવવા માટે તૈયાર છે જેમ કે અન્ય કોઈ નહીં!!!" તેણે ફિલ્મની ટેગલાઇન પણ જાહેર કરી, જે છે "પ્યાર મેં થોડા પાગલ હોના હી પડતા હૈ... (પ્રેમમાં થોડું પાગલ થવું જ પડે છે)."
અનન્યા પાંડે અને લક્ષ્ય અભિનીત, ચાંદ મેરા દિલનું નિર્દેશન વિવેક સોની દ્વારા કરવામાં આવ્યું છે અને ધર્મા પ્રોડક્શન દ્વારા નિર્મિત છે. તે 2025માં સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે.
અનન્યા પાંડે તાજતેરમાં થ્રિલર ફિલ્મમાં જોવા મળી હતી જે નેટફ્લિક્સ પર 4 ઓક્ટોબર 2024 ના રોજ રિલીઝ થઇ હતી.
ચાંદ મેરા દિલ એક્ટર લક્ષ્ય તાજતેરમાં એકશન થ્રિલર ફિલ્મમાં જોવા મળ્યો હતો જે 5 જુલાઈ 2024 ના રોજ રિલીઝ થઇ હતી અને બોક્સ ઓફિસ પર 47.12 કરોડની કમાઈ કરી હતી.