Deepika Padukone Ranveer Singh : દીપિકા રણવીર નવા ટ્રેન્ડમાં રાખશે પુત્રીનું નામ? જાણો
બૉલીવુડ પાવર કપલ દીપિકા પાદુકોણ અને રણવીર સિંહના ઘરે 8 સપ્ટેમ્બર 2024 રવિવારના રોજ પુત્રીનો જન્મ થયો છે.
દીકરીના આવવવાની ખુશખબર બોલીવુડ કપલે પોતાના સોશિયલ મીડિયા પર ફેન્સ સાથે શેર કરો હતી.
થોડાજ સમયમાં કપલના સોશિયલ મીડિયા પર કમેન્ટ સેક્શનમાં શુભેચ્છાઓનો વરસાદ વરસવાનું શરૂ થઇ ગયું હતું. અન્ય સેલિબ્રિટીઝ અને ફેન્સ દ્વારા કપલને કોન્ગ્રેજયુલેટ કરવામાં આવી રહ્યું હતું.
હવે ફેન્સ કપલના સોશિયલ મીડિયા પર તે જાણવા નજર રાખી રહ્યા છે કે હવે કપલ પુત્રીનું નામ શું રાખશે? જો કે સતત સવાલ થઇ રહ્યા છે કે શું દીપિકા પાદુકોણ પણ આ મામલામાં અનુષ્કા અને આલિયાને ફોલો કરશે?
દીપિકા પાદુકોણ અને રણવીર સિંહે અનંત રાધિકા પ્રિ વેડિંગના સેલિબ્રેશન પહેલા ફેબ્રુઆરીમાં પ્રેગ્નેન્સીની જાહેરાત કરી હતી. બોલીવુડના પાવર કપલે વર્ષ 2018 માં લગ્નના બંધનમાં બંધાયા હતા.
દીપિકા પાદુકોણના વર્ક ફ્રન્ટની વાત કરીયે તો તાજેતરમાં નાગ અશ્વિનની સાય-ફાઇ ડ્રામા કલ્કી 2898 એડીમાં જોવા મળી હતી, જેમાં પ્રભાસ પણ હતો. અભિનેત્રી ટૂંક સમયમાં અજય દેવગણ સ્ટારર સિંઘમ રિટર્ન્સ માં જોવા મળશે.
સિંઘમ રિટર્ન્સ ફિલ્મમાં દીપિકા પતિ અને અભિનેતા રણવીર સિંહ પણ જોવા મળશે, જે સિમ્બા તરીકે તેની ભૂમિકા ફરી ભજવશે. આ ફિલ્મ દિવાળી પર રિલીઝ થવાની છે.
Navya Naveli Nanda : અમિતાભ બચ્ચનની પૌત્રી નવ્યા નવેલી નંદાએ IIM-અમદાવાદમાં એડમિશન લીધું, સપના સાકાર કરશે