Nov 14, 2024
બોલીવુડના જાણીતા કપલ દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ તેમના લગ્નની મેરેજ એનિવર્સરી સેલિબ્રેટ કરી રહ્યા છે.
રણવીર સિંહએ આ ખાસ અવસર પર પત્ની દીપિકા પાદુકોણને ખાસ રીતે વિશ કર્યું હતું, તેણે કેપ્શનમાં લખ્યું છે, 'બધાજ દિવસો વાઈફ એપ્રિશિયેશન દિવસ છે પરંતુ આજે મેઈન દિવસ છે, હેપ્પી એનિવર્સરી, દીપિકા પાદુકોણ, આઈ લવ યુ.'
રણવીર સિંહે સોશિયલ મીડિયા પર ખાસ દીપિકા પાદુકોણનો ફોટો આલ્બમ શેર કર્યો છે જેમાં 15 જેટલા અલગ અલગ દીપિકાના ફોટોઝ છે અને પહેલો વિડીયો છે જેમાં દીપિકા ખડખડાટ હસી રહી છે.
દીપિકા પાદુકોણ આ ફોટોમાં બન્ને હાથમાં આઈસ્ક્રીમ પકડી છે અને ફોટો માટે પોઝ આપતી દેખાય છે.
દીપિકા પાદુકોણ આ ફોટોમાં સિમ્પલ બ્લ્યુ ટીશર્ટમાં જોવા મળે છે, જેમાં તેના દ્વારા ઓપન હેરસ્ટાઇલ પસંદ કરવામાં આવી છે.
દીપિકા પાદુકોણનું લેટેસ્ટ પ્રેગ્નેન્સી ફોટોશૂટ માંથી એક ફોટો જેમાં દીપિકા બેબી બમ્પ ફ્લોન્ટ કરતી જોવા મળે છે.
દિપવીર પ્રેગ્નેન્સીની જાહેરાત ફેબ્રુઆરી 2024 માં કરી હતી.
કપલે 8 સપ્ટેમ્બર 2024 ના રોજ તેમની દીકરી દુઆનું સ્વાગત કર્યું હતું જેની જાણકારી કપલે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા કરી હતી.