Deepika Padukone : દીપિકા પાદુકોણે તેની મોંઘી સ્કિનકેર બ્રાન્ડ વિશે ખુલાસો કર્યો
દીપિકા પાદુકોણે 2022માં તેની સ્કિનકેર બ્રાન્ડ 82 E લોન્ચ કરી હતી.
જોકે, દીપિકાને પ્રોડક્ટસ વેચવા બદલ લોકોના વિરોધનો સામનો કરવો પડ્યો હતો.
CNBC સાથેની એક મુલાકાતમાં, દીપિકાએ ટ્રોલિંગ અને તેઓ માર્કેટમાં કેવી રીતે ટકી રહ્યાં તે વિશે ખુલાસો કર્યો.
તેણે કહ્યું કે, જો હું તમને ₹ 2,500 ની પ્રોડક્ટ વેચું છું, તો ખાતરી રાખો કે હું પણ તેનો રોજ ઉપયોગ કરું છું.
દીપિકાએ કહ્યું કે તે ક્લિનિકલ ટ્રાયલ પહેલા પણ દરેક પ્રોડક્ટ ટ્રાય પહેલા કરે છે.
દીપિકાએ કહ્યું કે સેલિબ્રિટી બ્રાન્ડ્સ અથવા સામાન્ય રીતે સેલિબ્રિટી ટ્રોલ થાય છે અને તેઓ જે કરે છે તેનો એક પાર્ટ છે.
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો દીપિકા છેલ્લે જવાન ફિલ્મમાં જોવા મળી હતી.