Jan 30, 2025

શાહિદ કપૂર અભિનિત દેવા ફિલ્મ આવતીકાલે થિયેટરમાં મચાવશે ધૂમ, એડવાન્સ બુકીંગ શરૂ

Shivani Chauhan

શાહિદ કપૂર (Shahid Kapoor) ની ફિલ્મ દેવા (Deva) આ શુક્રવારે મોટા પડદા પર આવવા જઈ રહી છે. ફિલ્મમાં અભિનેતા એક્શન અવતારમાં જોવા મળશે.

Source: social-media

શાહિદ કપૂરની દેવરા ફિલ્મની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, ફિલ્મની રિલીઝના એક દિવસ પહેલા જ તેની ટિકિટનું એડવાન્સ બુકિંગ શરૂ થઈ ગયું છે.

Source: canva

દેવા બોક્સ ઓફિસ કલેકશન :

બોક્સ ઓફિસ ટ્રેકિંગ પોર્ટલ Sacknilk અનુસાર ફિલ્મે બુધવાર સુધીમાં 26,220 ટિકિટ વેચી છે. 7,074 શો માટે બુકિંગ થઈ ચૂક્યું છે. ફિલ્મે એડવાન્સ બુકિંગથી કુલ 64.05 લાખ રૂપિયાની કમાણી કરી છે.

Source: social-media

દેવા બોક્સ ઓફિસ કલેકશન

જો બ્લોક સીટોને પણ સામેલ કરવામાં આવે તો આ આંકડો વધીને 1 કરોડ 28 લાખ રૂપિયા થઈ ગયો છે. નોંધનીય બાબત એ છે કે આ આંકડા અંતિમ નથી, મોડી રાત સુધી ફેરફાર શક્ય છે.

Source: social-media

દેવા

આંકડાઓના આધારે અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે 'દેવા' તેના પહેલા દિવસે લગભગ 4 થી 5 કરોડ રૂપિયાની કમાણી કરી શકે છે.

Source: social-media

દેવા બજેટ

ફિલ્મનું બજેટ લગભગ 85 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. આવી સ્થિતિમાં, બોક્સ ઓફિસ પર સારી શરૂઆત કરવા માટે, ફિલ્મને પહેલા દિવસે તેની કિંમતના ઓછામાં ઓછા 10 ટકા કમાણી કરવી પડશે.

Source: social-media

દેવા કાસ્ટ

ફિલ્મમાં શાહિદ કપૂર પોલીસ ઓફિસરની ભૂમિકામાં છે. તે જ સમયે, પૂજા હેગડે પત્રકારના રોલમાં જોવા મળશે. રોશન એન્ડ્રુઝ દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં પાવેલ ગુલાટી પણ મહત્વની ભૂમિકામાં છે. આ ફિલ્મ 31 જાન્યુઆરીએ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે.

Source: social-media

દેવા ફિલ્મ ટક્કર

દેવા ફિલ્મની ટક્કર સ્કાય ફોર્સ ફિલ્મ સાથે થશે, જે 24 જાન્યુઆરીએ રિલીઝ થઈ છે. ફિલ્મ બોક્સ ઓફિસ પર સારું પ્રદર્શન કરી રહી છે. જે 100 કરોડના ક્લબમાં સામેલ થઇ શકે છે.

Source: social-media

સૈફ અલી ખાન નો પુત્ર ઈબ્રાહીમ અલી ખાન ને કરણ જોહરે કર્યો લોન્ચ, આ મુવીમાં જોવા મળશે

Source: social-media