Deva Release Date : શાહિદ કપૂરની ફિલ્મ દેવા માટે થોડી રાહ જોવી પડશે, આ તારીખે થશે રિલીઝ
દેવા (Deva) ફિલ્મ પૂજા હેગડે સાથે શાહિદ કપૂરની વર્ષની ખૂબ જ અપેક્ષિત ફિલ્મોમાંની એક છે. આ ફિલ્મ રોશન એન્ડ્રુઝ દ્વારા દિગ્દર્શિત છે.
એક્શન-એન્ટરટેનર દેવામાંથી અભિનેતાનો ફર્સ્ટ લુક ગયા વર્ષે જાહેર કરવામાં આવ્યો હતો. ત્યારથી ચાહકો ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
આજે, 19 જુલાઇ 2024 ના રોજ નિર્માતાઓએ દેવા ફિલ્મના શાહિદ કપૂરના નવા લુક સાથે નવી રિલીઝ ડેટની જાહેરાત કરી છે. શાહિદ ફિલ્મમાં એક બળવાખોર પોલીસ અધિકારીની ભૂમિકામાં જોવા મળશે.
હવે, તાજેતરના નવા લુકની પોસ્ટમાં તેને 'પોલીસ' લખેલ બોડી પ્રોટેક્ટર પહેર્યું અને હાથમાં બંદૂક રાખી છે. તેનો ઉગ્ર સ્વભાવ, સ્ટ્રોંગ બોડી, તેનો તીક્ષ્ણ દેખાવ, સ્ટબલ દાઢી, શોર્ટ હેયર લુકની પ્રસંશા કરવામાં આવી છે.
શાહિદનો લુક સ્ટાઇલિશ ચશ્મા સાથે લુક કમ્પ્લીટ કર્યો છે. એક્ટર તેની ફિલ્મ રિલીઝ મુલતવી રાખવાની જાહેરાત કરી હતી, હવે દેવા ફિલ્મ 14મી ફેબ્રુઆરી 2025ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.
દેવા એક્શન-થ્રિલર ફિલ્મના શૂટ રેપ-અપની જાહેરાત લગભગ એક અઠવાડિયા પહેલા 9 જુલાઈના રોજ કરવામાં આવી હતી.ત્યારે તેઓએ કેક કટ કરીને ફિલ્મ રેપ અપનું સેલિબ્રેશન કર્યું હતું.
દેવા ફિલ્મ ઝી સ્ટુડિયો અને રોય કપૂર ફિલ્મ્સનું સમર્થન છે. હાઇ-ઓક્ટેન એક્શન થ્રિલરનું નિર્માણ સિદ્ધાર્થ રોય કપૂર દ્વારા કરવામાં આવ્યું છે.
મલયાલમ ફિલ્મ નિર્માતા રોશન એન્ડ્રુઝ દ્વારા નિર્દેશિત, શાહિદ ફિલ્મમાં એક તેજસ્વી પરંતુ ઉદ્ધત પોલીસ અધિકારીની ભૂમિકા ભજવશે, જ્યારે પૂજા હેગડે પત્રકારની ભૂમિકામાં અગ્રણી મહિલા છે.
એનિમલ ગર્લ તૃપ્તિ ડિમરી બેડ ન્યૂઝ સાથે ચર્ચામાં