Sep 30, 2024
કૃતિ સેનન (Kriti Sanon) અને કાજોલ (Kajol) અભિનીત ફિલ્મ દો પત્તી (Do Patti) નેટફ્લિક્સ પર રિલીઝ થવા જય રહી છે. આજે સોમવારે નેટફ્લિક્સે દો પત્તી રિલીઝ ડેટ (Do Patti Release Date) ની જાહેરાત કરતો એક વિચિત્ર વિડિયો રિલીઝ કર્યો હતો
કૃતિ સેનન (Kriti Sanon) અને કાજોલ અભિનીત ફિલ્મ દો પત્તી (Do Patti) નેટફ્લિક્સ પર રિલીઝ થવા જઈ રહી છે.
આજે સોમવારે નેટફ્લિક્સે દો પત્તી રિલીઝ ડેટ (Do Patti Release Date) ની જાહેરાત કરતો એક વિચિત્ર વિડિયો રિલીઝ કર્યો હતો. જેમાં કાજોલનો પોલીસ અધિકારી તરીકેનો લૂક દર્શાવ્યો છે.,
જ્યારે કૃતિ સેનને વિડીયોમાં રોમાંચક બેવડી ભૂમિકાનો જોવા મળી રહી છે.આ વિડિયો કાજોલ સાથે શરૂ થાય છે જે પોલીસની ભૂમિકા ભજવે છે, તે એક કાફેટેરિયામાં પ્રવેશ કરે છે અને કૃતિ સેનનને જોતી હોય છે જે ભાગતી દેખાય છે.
નેટફ્લિક્સે તેના સત્તાવાર સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર લખ્યું, “અબ હોગા ખેલ શુરુ, લેકિન ઇસ કહાની કે હૈ દો પેહલુ. દો પત્તી 25 ઓક્ટોબરે રિલીઝ થાય છે, ફક્ત નેટફ્લિક્સ પર.”
કનિકા ધિલ્લોન દ્વારા લખાયેલ ફિલ્મ, શશાંક ચતુર્વેદી દ્વારા નિર્દેશિત છે. કનિલા ધિલ્લોન કૃતિ સેનનના પ્રોડક્શન બેનર બ્લુ બટરફ્લાય ફિલ્મ્સ સાથે ફિલ્મની સહ-નિર્માતા પણ છે.
મહિલાઓની આગેવાની હેઠળની આ ફિલ્મ એક મિસ્ટ્રી થ્રિલર હોવાનું માનવામાં આવે છે, જે ઉત્તર ભારતના પહાડો પર આધારિત છે. આ અગાઉ ફિલ્મના નિર્માતાઓએ એક ટીઝર રિલીઝ કર્યું હતું, જેમાં ફિલ્મના પાત્રોનો પરિચય આપવામાં આવ્યો હતો.