સૌથી પહેલા તમે ચહેરા પર કન્સીલર લગાવો, આનાથી ડાઘ અને પિમ્પલ્સ છુપાવવામાં સરળતા રહેશે. તમારો મેકઅપ ઝડપથી સેટ કરવા માટે, હાઇડ્રેટિંગ કન્સિલરનો ઉપયોગ કરો
આ ઉપરાંત, ચહેરાને વધુ ચમકદાર બનાવવા માટે વેટ બ્લેન્ડરનો ઉપયોગ કરો. આ મેકઅપને સારી ફિનિશિંગ આપશે
આ પછી તમે આંખનો મેકઅપ કરવા પર ખાસ ધ્યાન આપો. ત્યારબાદ મસ્કરા લગાવો. તેનાથી તમારી આંખોની સુંદરતામાં વધારો થશે
ચોથા સ્ટેપમાં તમારા લુક પ્રમાણે લિપસ્ટિકનો શેડ પસંદ કરો. હાલમાં ન્યૂડ મેકઅપ ખુબ જ ટ્રેંડમાં છે
મેકઅપને લાંબા સમય સુધી સેટ રાખવા માટે લૂઝ પાવડરનો ઉપયોગ કરો. ઉનાળાની સિઝનમાં તમે સમયાંતરે ટચઅપ કરતા રહો તે મહત્વનું છે