ફિલ્મ નિર્માતા-કોરિયોગ્રાફર ફરાહ ખાને બોલિવૂડની સૌથી કંજૂસ વ્યક્તિ વિશે એક રસપ્રદ ઘટસ્ફોટ કર્યો છે

May 24, 2024, 12:15 PM

ફરાહ 'ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શો'ના આગામી એપિસોડમાં અનિલ કપૂર સાથે જોવા મળશે

જ્યારે કપિલે તેને પૂછ્યું કે, અનિલ અને ફરાહ વચ્ચે સૌથી વધુ કંજૂસ કોણ છે? આ પ્રશ્નના જવાબમાં ફરાહ ખાને કહ્યું કે, કોઇ કંજૂસ નથી, પરંતુ છૂટથી પૈસા ખર્ચે છે

જો કે ફરાહ ખાને આખી ઇન્ડસ્ટ્રીમાં સૌથી મોટો 'કંજુસ' કોણ તે વિશે જણાવ્યું છે. આ પછી ફરાહે ચંકી પાંડેને ફોન કર્યો અને ફોન લાઉડસ્પીકર પર મુક્યો અને તેની પાસેથી 500 રૂપિયા માંગ્યા

કોલ પર ચંકી પાંડે સાથે વાત કરતી વખતે ફરાહે કહ્યું- ચંકી, સાંભળ, મારે 500 રૂપિયા જોઈએ છે. આ સાંભળીને ચંકીએ જવાબ આપ્યો, 'તો પછી ATM પર જાઓ

આ પછી ફરાહે, 'ચંકી, મને ઓછામાં ઓછા 50 રૂપિયા આપો.' આ સાંભળીને તેણે કહ્યું, 'હેલ્લો? કોને જોઈએ છે?' બંને વચ્ચેની આ રમૂજી વાતચીત સાંભળીને બધા જ હસવા લાગ્યા

'ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શો' નેટફ્લિક્સ પર ટેલિકાસ્ટ કરવામાં આવે છે. ફરાહ અને અનિલ કપૂર સાથેનો આ એપિસોડ શનિવારે સ્ટ્રીમ થવા જઈ રહ્યો છે